
ભુરાકાકા લેપટોપ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, પરિણીતી ચોપડાએ CAA નો વિરોધ કરતા તેને હરિયાણામાં બેટી બચાઓ બેટી પઢાઓના બ્રાન્ડએમ્બેસેડરમાંથી બાકાત કરાઈ.. વાહ લોકતંત્ર વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પરિણીતી ચોપરા દ્વારા CAA નો વિરોધ કરવા પર તેને હરિયાણા સરકાર દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવી દેવામાં આવી છે. આ પોસ્ટને 148 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર હરિયાણા સરકાર દ્વારા પરિણીતી ચોપરાને CAA નો વિરોધ કરવા પર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવી દેવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પરિણીતી ચોપરા દ્વારા 16 ડિસેમ્બર, 2019 ના રોજ નાગરિકતા સંશોધન બિલ પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેણીએ એવું લખ્યું હતું કે, જો કોઈ નાગરિક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે અને ત્યારે આવું બનતું હોય, તો CAB ને ભૂલી જાઓ, આપણે હવે એવું બિલ પસાર કરવું જોઈએ અને આપણા દેશને લોકશાહી ન કહેવો જોઈએ! પોતાનો અભિપ્રાય રજૂ કરવા પર માસૂમ લોગોને મારવા એ એક બર્બરતા છે. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 20 ડિસેમ્બર. 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હરિયાણા સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રવક્તા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, ‘પરિણીતી ચોપરાને CAA ના વિરોધમાં ટ્વિટ કરવા પર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવવામાં આવી એ માહિતી તદ્દન ખોટી છે. પરંતુ પરિણીતી દ્વારા આ કેમ્પેઈન માટે જે MOU સાઈન કરવામાં આવ્યા હતા એ એક વર્ષ માટે જ હતા. જેની અવધિ એપ્રિલ, 2017 માં પૂર્ણ થઈ ગઈ, જેના પછી તેને રિન્યૂ પણ કરવામાં નથી આવ્યા.’ આ ટ્વિટ પણ તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને પરિણીતી ચોપરાને CAB/CAA ના વિરોધને લીધે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવી દેવામાં આવી એ માહિતીને ખોટી સાબિત કરતા અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. amarujala.com | Archive | bhaskar.com | Archive | aajtak.intoday.in | Archive
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પરિણીતી ચોપરાને CAA ના વિરોધને લીધે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવી દેવામાં આવી એ માહિતી ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પરિણીતી ચોપરાને CAA ના વિરોધને લીધે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવી દેવામાં આવી એ માહિતી ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર પરિણીતી ચોપરાને CAA નો વિરોધ કરવા પર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
