
Jitesh Visariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કરછ ભુજમાં cab બીલનુ વિરોધ કરછ માં. લગુમતી. કોમનુંવિશાલ સમુદાય અઘ ઘ કરછ. એટલે મીની પાકિસ્તાન જુઓ આ કરછ ની ખરી વાસ્તવિકતા વિડીયો જોઈને ચકીત થ્ઈ જશો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો CAAના વિરોધમાં ભૂજમાં નીકળેલી રેલીનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Al Adl નામના યુ ટ્યુબ યુઝર દ્વારા 14 ડિસેમ્બર 2019ના જૂદા એંગલથી આ રેલીનો વિડિયો શેર કર્યો હતો. તેમજ આ વિડિયોમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો પંજાબના લુધિયાણાનો છે. જે તમે નીચે જોઈ શકો છો.
આ વિડિયોમાં 1.28 મિનિટ પર અમને એક દૂકાનનું નામ વંચાયું. જે દૂકાનનું નામ ફતેહસિંગ એન્ડ કંપની જે તમે નીચે જોઈ શકો છો.

ગૂગલ પર અમે FATESH SINGH & COMPANY લખતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ દૂકાન પંજાબના લુધિયાણાના G.T.રોડ પર જગરાઉ બ્રિજની સામે આવેલી છે.

ત્યારબાદ અમે ઉપરોક્ત આપેલા ફોન નંબર સંપર્ક સાધ્યો હતો, જ્યાં હાજર હરમોહિન્દર સિંઘ સાથે વાત કરી હતી અને તેમને આ વિડિયો અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો 14 ડિસેમ્બર 2019નો લુધિયાણાનો છે. મોટી સંખ્યામાં મુસ્લિમો દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી હતી.”
બાદમાં અમે ગૂગલ પર જૂદા-જૂદા કિવર્ડ સાથે સર્ચ કરતા અમને 14 ડિસેમ્બર 2019ના Tahaffuz-E-Deen India યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના કચ્છના ભૂજનો નહિં પરંતુ આ વિડિયો પંજાબના લુધિયાણાનો છે. લોકોને ભ્રામક કરવા ખોટા દાવા સાથે વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના કચ્છના ભૂજનો નહિં પરંતુ આ વિડિયો પંજાબના લુધિયાણાનો છે. લોકોને ભ્રામક કરવા ખોટા દાવા સાથે વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર CAAના વિરોધમાં ભૂજમાં નીકળેલી રેલીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
