
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રેલવે ના 50 મુખ્ય પદો મોદી સરકારે રદ કરી નાંખયા હવે સરકાર ને રેલવે પ્રાઇવેટ કરવામાં કોઈ તકલીફ નહિ પડે વાહ માસ્ટર સ્ટ્રોક છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 167 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા રેલવેના મુખ્ય 50 પદો રદ કરવામાં આવ્યા.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “सरकार ने रेलबे की मुख्य 50 पोस्ट रद की” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. બાદમાં અમે રેલવેની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. તેમાં પણ અમને આ અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે રેલવે મિનિસ્ટ્રીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ MINISTRY OF RAILWAYS ની મુલાકાત લીધી હતી. તેમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ અમે MINISTRY OF RAILWAYS, GOVERNMENT OF INDIA ના ઓફિશિયલ ફેસબુક પેજની પણ મુલાકાત લીધી હતી. તેમાં પણ અમને આ અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અંતમાં અમે રેલવેના એક્સુક્યુટિવ ડારયરેક્ટર રાજેશ દત બાજપાઈ જોડે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ પોસ્ટ હાલમાં રદ કરવામાં નથી આવી, આ તદન ખોટી વાત છે. ”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે. સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય હાલમાં લેવામાં આવ્યો નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે ઉપરોક્ત પોસ્ટ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે. સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય હાલમાં લેવામાં આવ્યો નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે ઉપરોક્ત પોસ્ટ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.

Title:શું ખરેખર સરકાર દ્વારા રેલવેના મુખ્ય 50 પદો રદ કરી નાખવામાં આવ્યા.? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
