
Fakt Gujarati – ફક્તગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા એક 23 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોહીમાં ભલાઈનો ગુણ હોવો એ મોટો ગુણ છે. કારણ કે, દુનિયામાં ઘણા લોકો પાસે પૈસા છે; પરંતુ માણસાઈ ગોતવા જવી પડે એમ હોય! સારા માણસનું નામ પૂછે તો આપણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું નામ લેવું પડે. અમિતાભના ઘરે છેલ્લા ૪૦ વર્ષથી નોકરની ફરજ બજાવનાર નોકરનું ગઇકાલે નિધન થયું. એ દુઃખની ક્ષણમાં પણ બચ્ચન ફેમિલીના અમિતાભજી અને તેના પુત્ર અભિષેક બચ્ચને અંતિમ સંસ્કાર વખતે કાંધ આપી હતી. આને કહેવાય માત્ર પૈસા જ નહીં પણ પરિવારના સંસ્કાર અને માણસાઈનો સમન્વય…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 47 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમિતાભ બચ્ચનના નોકરનુ 22 તારીખે મૃત્યુ થયુ હતુ અને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા ત્યારનો ફોટો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ઉપરોક્ત પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે. આ ફોટો 9 જૂન 2019નો તેમના સેક્રેટરી અને પ્રોડુસર શિતલ જૈનના અવસાન સમયનો છે. તેમની અંતિમવિધીમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જોડાયા હતા ત્યારનો આ ફોટો છે. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતા.



અમિતાભ બચ્ચન દ્વારા તેમના ઓફિશીયલ બ્લોગમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 9 જૂન 2019ના શેર કરવામાં આવેલા આ બ્લોગમાં તેમણે જણાવ્યુ હતુ કે, તેઓના મેનેજર શિતલ જૈનનું અવસાન થયુ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા અમારી પડતાલમાં ક્યાંય પણ સાબિત થતી નથી. કારણ કે ઉપરોક્ત ફોટો 22 જૂનનો નહિં પરંતુ 9 જૂનનો છે. અને અમિતાભ બચ્ચનના ઘરમાં કામ કરતા કોઈ નોકરનુ અવસાન થયુ ન હતુ. અમિતાભના મેનેજર શિતલ જૈનના મૃત્યુ સમયનો આ ફોટો છે.
પરિણામ
આમ,ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત ફોટો 22 જૂનનો નહિં પરંતુ 9 જૂનનો છે. અને અમિતાભ બચ્ચનના ઘરમાં કામ કરતા કોઈ નોકરનુ અવસાન થયુ ન હતુ. અમિતાભના મેનેજર શિતલ જૈનના મૃત્યુ સમયનો આ ફોટો છે.

Title:શું ખરેખર અમિતાભ બચ્ચનના નોકરની અંતિમ યાત્રાનો આ ફોટો છે.? જાણો શું છે સત્ય……
Fact Check By: Frany KariaResult: False
