જાણો તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોલના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોલનો આ વીડિયો તાજેતરમાં ઈન્ડોનેશિયામાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપનો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2025માં તાઈવાન ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ વીડિયો સાથેના સમાચાર દિવ્યભાસ્કર દ્વારા ડિસેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપૂર્વીય તાઇવાન નજીક 7.0-તીવ્રતાનો ભૂકંપ: 3 દિવસમાં આ પ્રદેશમાં બીજો મોટો ભૂકંપ.

અમારી વધુ તપાસમાં અમને આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. cuartopoder.mx | emisorasunidas.com | yenisafak.com

અમારી વધુ તપાસમાં અમને એક સત્તાવાર યુટ્યુબ યુઝર દ્વારા પણ આ જ વાયરલ વીડિયો 25 ડિસેમ્બર, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે કેપ્શનમાં ઈટાલિયન ભાષામાં એવું લખવામાં આવ્યું હતું કે, તાઇવાનમાં 5.7 ની તીવ્રતાનો ભૂકંપ: તાઇતુંગમાં ધ્રુજારીની ક્ષણ.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, મોલનો વાયરલ વીડિયો તાજેતરમાં ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2025માં તાઈવાનમાં આવેલા ભૂકંપનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2025માં તાઈવાન ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *