શું ખરેખર ત્રણેય બહેનોએ એક સાથે IASની પરિક્ષા પાસ કરી .? જાણો શું છે સત્ય……

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Asvin Popat  નામના ફેસબુક યુઝર દ્વારા લાગણી ના સંબંધો નામના ફેસબુક પેજ પર તારીખ 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. तीनो बहने एक साथ बनी IAS. दिनरात खेतों में काम करने वाली विधवा मां की तीनों बेटियां एक साथ बनी IAS,, कमला 32 वीं, गीता 62 वीं, ममता ने 132 वीं रैंक प्राप्त की इन तीनों को बहुत-बहुत बधाई  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1200થી વધૂ લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. 272 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 37 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિધવા મહિલાની ત્રણેય પુત્રી એક સાથે IASની પરિક્ષામાં પાસ થઈ છે.

FB MAIN PAGE FOR THUMB.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોને સૌ પ્રથમ અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

YANDEX.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટને સબંધિત પરિણામો મળ્યા ન હતા. તેથી અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE REVARSE IMAGE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામમાં અમને 10 ડિસેમ્બર 2017ના તરૂણ મિત્ર નામની વેબસાઈટ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ત્રણ બહેનો રાજસ્થાનના જયપુર જિલ્લાના સારંગ ગામની બહેનો છે. તેમજ ત્રણેય બહેનોના નામ મમતા ચૌધરી, ગીતા ચૌધરી, અને કમલા ચૌધરી હોવાનું જણાવ્યુ હતું. તેમજ એ પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ ત્રણેય બહેનોએ “રાજસ્થાન પ્રશાસનિક સેવા એટલે કે આરએએસ”ની પરિક્ષામાં સફળખા મેળવી ઈતિહાસ રચ્યો છે.  જે આર્ટિકલ તમે નીચે વાંચી શકો છો.

ARCHIVE

ઉપરોક્ત આર્ટીકલની જેમ જ અન્ય વેબસાઈટ youngistan.in દ્વારા પણ આર્ટિકલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમા પણ ઉપરોક્ત આર્ટિકલ પ્રમાણે જ જણાવવામાં આવ્યુ હતુ. આ ત્રણેય બહેનોઓએ રાજસ્થાન પ્રશાસનિક સેવાની પરીક્ષા આપી હતી, જેમાં કમલા ચૌધરી 32માં નંબરે, ગીતા ચૌધરી 64માં નંબરે અને મમતા ચૌધરી 128માં નંબરે આવ્યા હતા. જે આર્ટીકલ પણ આપ નીચે વાંચી શકો છો.

ARCHIVE

IBC24.IN દ્વારા પણ 23 નવેમ્બર 2017ના આ જ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી હતી જે તમે નીચે વાંચી શકો છો.

ARCHIVE

તેમજ ધ લલનટોપ દ્વારા પણ આ સમાચાર વિશે સ્પષ્ટતા કરવામાં આવી હતી અને RAS અને IAS વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, ઉપરોક્ત મિડિયા રિપોર્ટના આધારે સાબિત થાય છે કે, આ ત્રણેય બહેનોએ IAS ની નહિં પરંતુ આરએએસની પરિક્ષા પાસ કરી હતી. IAS પરિક્ષા આપી હોવાની વાત ખોટી સાબિત થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ત્રણેય બહેનોએ IASની નહિં પરંતુ RASની પરિક્ષા પાસ કરી હતી, RAS અને IAS વચ્ચે ઘણો તફાવત છે.

Avatar

Title:શું ખરેખર ત્રણેય બહેનોએ એક સાથે IASની પરિક્ષા પાસ કરી .? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: False