
Gujju Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂનના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમને ટી ટી ટિકિટ વિના પકડી લે, તો ગભરાવું નહિ અને નહિ આપવી લાંચ, તરત કરો આ કામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 220 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 215 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આર્ટીકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હવે વગર ટિકિટે મુસાફરી કરતા પકડાશો તો કોઈ દંડ નહિં ભરવો પડે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ/કાર્યવાહી હાથ ધરી હતી. જો આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી હોય તો તેની નોંધ મિડિયા દ્વારા લેવામાં આવી જ હોય. તેથી ગૂગલ પર અમે લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને રેલવેની ઓફિશીયલ વેબસાઈટ eRail.in પર વગર ટિકિટએ મુસાફરી કરવા બદલના નિયમો જણાવવામાં આવ્યા હતા. જેમાં કોઈ મુસાફર રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરતો પકડાય તો તેને જે સ્ટેશનેથી તેણે રેલવે મુસાફરીની શરૂઆત કરી હતી ત્યાંથી લઈ જે સ્ટેશને તે જવાનો હોય ત્યા સુધીનું ભાડુ આપવાનું હોય છે. ઉપરાંત 250 રૂપિયા સુધીનો પેનલ્ટી ચાર્જ પણ આપવામાં આવતો છે. જે તમે નીચે વાંચી શકો છો.

છતા પણ અમારી પડતાલને મજબુત કરવા અમે રેલવે વિભાગના પીઆરઓ પ્રદિપ શર્મા જોડે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ જ સુવિધા હજુ સુધી રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં નથી આવી. ટિકિટ લીધા વગર મુસાફરી કરતા મુસાફરને નિયમ મુજબ દંડ કરવામાં આવે જ છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા ક્યાંય પણ સાબિત થતી ન હતી. ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફરને નિયમ મુજબ દંડ ફટકારવામાં આવે જ છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, રેલવે વિભાગ દ્વારા હાલ આ પ્રકારે કોઈ જ સુવિધા શરૂ કરવામાં આવી નથી.

Title:શું ખરેખર હવે રેલવેમાં વગર ટિકિટ મુસાફરી કરનારને દંડ નહિં કરાય..? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
