
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઐશ્વર્યા રાયનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન અંગેના સવાલ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી ઐશ્વર્યા રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતને થયેલા નુકશાન અંગેના સવાલ કરી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન અંગેના સવાલ કરતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલો એડિટેડ વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 22 નવેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઐશ્વર્યા રાયે PM મોદીને કર્યા આકરા સવાલ તેના પર પીએમ મોદીના રીએકશન નો વીડિયો ખૂબ તેજીથી વાયરલ થાય રહ્યો છે આ ઉપરાંત તેણે દેશમાં સર્વ ધર્મ સમભાવ ની પણ વાત કરી હતી. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન અંગેના સવાલ કરી રહી છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો શ્રી સત્ય સાંઈ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અમને 19 નવેમ્બર, 20225ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “શ્રી સત્ય સાંઈ પર શ્રીમતી ઐશ્વર્યા રાય બચ્ચન દ્વારા વાર્તાલાપ | શ્રી સત્ય સાંઈના 100મા જન્મદિવસની ઉજવણી”.
અમે જોયું કે, ઐશ્વર્યા રાયે વાયરલ વીડિયો જેવો જ પોશાક પહેર્યો છે અને આ વીડિયોમાંના દ્રશ્યો વાયરલ વીડિયો સાથે મેળ ખાય છે. પરંતુ ઓડિયો અલગ છે.
આ વીડિયોના વર્ણનમાં લખ્યું છે કે, “ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી ઉજવણીના ભાગ રૂપે અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, આંધ્ર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી નારા ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય આદરણીય વડીલો સહિત તમામ પ્રતિષ્ઠિત મહાનુભાવોની આદરણીય હાજરીમાં – શ્રીમતી ઐશ્વર્યા રાયે 19 નવેમ્બર, 2025ના રોજ શ્રી સત્ય સાંઈ હિલ વ્યૂ સ્ટેડિયમ ખાતે ભક્તોના મેળાવડાને સંબોધન કર્યું હતું.
ખાસ મહત્વના આ કાર્યક્રમમાં તેણીએ શતાબ્દી ઉજવણીને સંબોધિત કરનાર પ્રથમ બાલ વિકાસ વિદ્યાર્થી તરીકે વાત કરી, આ ઐતિહાસિક પ્રસંગે તેણીના હૃદયપૂર્વકના વિચારો અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આ સંપૂર્ણ વીડિયોમાં ક્યાંય પણ ઐશ્વર્યા રાયે તાજેતરના ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કર્યો નથી.
અમારી વધુ તપાસમાં અમને ANIની સત્તાવાર YouTube ચેનલ પર 19 નવેમ્બર, 2025ના રોજ અપલોડ કરાયેલ આવો જ એક વીડિયો મળ્યો. અહીં પણ અમને વાયરલ વીડિયો સાથે મેળ ખાતું કોઈ ભાષણ મળ્યું ન હતું.
અમને 19 નવેમ્બર, 2025ના રોજ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી ઉજવણીનો સંપૂર્ણ વીડિયો ડીડી ન્યૂઝની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ-સ્ટ્રીમ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં 54.07 થી 1.01.25 મિનિટ સુધી ઐશ્વર્યા રાયનું ભાષણ તમે જોઈ શકો છો.
આ સંપૂર્ણ વીડિયોમાં ક્યાંય પણ ઐશ્વર્યા રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થયેલા કથિત નુકસાન વિશે પ્રશ્ન કર્યો નથી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો એડિટેડ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન અંગેના સવાલ કરતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલો એડિટેડ વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન વિશે સવાલ પૂછી રહેલી અભિનેત્રી ઐશ્વર્યા રાયના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered


