આ ફોટો 17 સપ્ટેમ્બર, 2023નો છે, જ્યારે નરેન્દ્ર મોદી દ્વારકાના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક પ્રદર્શન દરમિયાન કારીગરો અને શિલ્પકારો સાથે મુલાકાત કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે, વાયરલ ફોટામાં, પીએમ મોદી એક ઝૂંપડીમાં એક મહિલા સાથે વાત કરતા જોવા મળે છે. મહિલાએ સિલાઈ મશીન પકડ્યું છે. તેના ગળામાં એક ઓળખપત્ર પણ લટકાવેલું છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પીએમ મોદી એક ગરીબ મહિલાને કામચલાઉ ઝૂંપડીમાં મળવાનું નાટક કરી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ મોદી એક ગરીબ મહિલાને કામચલાઉ ઝૂંપડીમાં મળવાનું નાટક કરી રહ્યા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 17 સપ્ટેમ્બર, 2023ના રોજ પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટની એક પોસ્ટ મળી. જેમાં વાયરલ તસવીર પણ જોવા મળે છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “યશોભૂમિ ખાતે ભારતની કારીગરી વિવિધતાનું પ્રદર્શન!”
વધુમાં, અમને 17 સપ્ટેમ્બર, 2023 ના રોજ પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પરથી લાઇવ સ્ટ્રીમ કરાયેલા એક વીડિયોમાં આ ફોટો સંબંધિત ફૂટેજ મળ્યા. વીડિયોની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભગવાન વિશ્વકર્માને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે પીએમ વિશ્વકર્મા યોજના પણ શરૂ કરી અને એક પ્રદર્શનની મુલાકાત લીધી, જેમાં દેશભરના કારીગરો સાથે મુલાકાત કરી હતી.”
એટલું જ નહીં, અમને આ ફોટો પીએમ ઈન્ડિયાની વેબસાઇટ પર પણ મળ્યો. ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું હતું કે, “વડાપ્રધાન 17 સપ્ટેમ્બર 2023 ના રોજ નવી દિલ્હીના દ્વારકા સ્થિત ઈન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (યશોભૂમિ) ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાના લોન્ચ પહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પીએમ મોદી એક કામચલાઉ ઝૂંપડીમાં એક ગરીબ મહિલાને મળવાનુ નાટક કરી રહ્યા હતા તે વાત તદ્દન ખોટી છે. આ ફોટો બે વર્ષ જૂનો છે અને નરેન્દ્ર મોદી દ્વારકાના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક પ્રદર્શન દરમિયાન કારીગરો અને શિલ્પકારો સાથે મુલાકાત કરી રહ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
 
					  Title:પીએમ મોદી એક ગરીબ મહિલાને કામચલાઉ ઝૂંપડીમાં મળવાનું નાટક કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading



 
	 
						 
						