
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તાલિબાને પાકિસ્તાનના ફાઈટર વિમાન JF 17ને તોડી પાડ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના JF 17 ફાઈટર વિમાનનો નહીં પરંતુ વર્ષ 2022માં રાજસ્થાનના બાડમેર ખાતે ભારતીય વાયુસેનાનું મિગ 21 ફાઈટર વિમાન ક્રેશ થયું હતું તેનો છે. આ ફોટોને તાજેતરમાં ચાલી રહેલા પાકિસ્તાન અને તાલિબાનના યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 13 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તાલિબાન પાસે હાલમાં કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નથી.
સાદી એન્ટી એર ક્રાફ્ટ ગન છે..
આનાથી આધુનિક ફાઈટર એરક્રાફ્ટને તોડી પાડવું સરળ નથી….
પરંતુ તાલિબાને પાકિસ્તાની JF-17 ને તોડી પાડ્યું…
એટલું જ નહીં, તેમણે હવાઈ સપોર્ટથી લડતી પાકિસ્તાની સેનાની ચોકીઓ પર કબજો કર્યો… ડઝનેક સૈનિકોને મારી નાખ્યા
અને અડધા ડઝનને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા…
આ ફક્ત એક રાતની લડાઈનો સ્કોર છે…
હે પાકિસ્તાનીઓ… તમે સમજી ગયા!
બાય ધ વે… જો પાકિસ્તાન JF-17 તોડી પાડવાનું કબૂલ કરે છે, તો તેઓ ભારત પર તાલિબાનને મિસાઈલ આપવાનો આરોપ લગાવશે.
ભારતીય હવાઈ મથક પણ યુદ્ધભૂમિની ખૂબ નજીક છે.
આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તાલિબાને પાકિસ્તાનના ફાઈટર વિમાન JF 17ને તોડી પાડ્યું તેનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરુઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેના સમાચાર theprint.in દ્વારા 29 જુલાઈ, 2022ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના બાડમેર નજીક ભારતીય વાયુસેનાનું મિગ 21 ફાઈટર પ્લેન ક્રેશ થતાં બંને પાયલોટના મોત થયા હતા.

અમારી વધુ તપાસમાં અમને આ જ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. dnaindia.com | news18.com
NYOOOZ TV દ્વારા પણ આ જ માહિતી સાથેના વીડિયો સમાચાર 28 જુલાઈ, 2022ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના JF 17 ફાઈટર વિમાનનો નહીં પરંતુ વર્ષ 2022માં રાજસ્થાનના બાડમેર ખાતે ભારતીય વાયુસેનાનું મિગ 21 ફાઈટર વિમાન ક્રેશ થયું હતું તેનો છે. આ ફોટોને તાજેતરમાં ચાલી રહેલા પાકિસ્તાન અને તાલિબાનના યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાલિબાને પાકિસ્તાનના JF 17 ફાઈટર વિમાનને તોડી પાડ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
