
Pagal Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Redmi દ્વારા લોન્ચ કરાયું ખુબજ સસ્તું અને સારું AC, જેની કિંમત સાંભળી તમે શોક થઇ જશો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 375 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 10 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 131 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, Redmi દ્વારા એસી લોન્ચ કરવામાં આવ્યુ છે.
ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર “REDMI AC” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને bgr.in દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચાર 25 જૂલાઈ 2018ના પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં mi દ્વારા એસી લોન્ચ કરવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ હતું.

ઉપરોક્ત પરિણામ પરથી એ વાત તો નક્કી હતી કે, REDMI દ્વારા આજથી એક વર્ષ પહેલા એસી લોન્ચ કરવામાં આવ્યુ હતું. હાલ કોઈ એસી લોન્ચ કરવામાં નથી આવ્યુ. તેથી અમે અમારી પડતાલ આગળ વધારી હતી અને ઉપરોક્ત આર્ટીકલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, MI HOME APP દ્વારા તેને કંટ્રોલ કરી શકો છો. પરંતુ આ એપમાં અમને આ પ્રકારે કોઈ જ સુવિધા હોવાનું જાણવા મળ્યુ ન હતુ.

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી અને ગૂગલ પર BUY REDMI AC લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામોમાં ક્યાંય પણ REDMIનું એસી વહેચાતુ હોય તે અમને જાણવા મળ્યુ હતુ. તેમજ અમે FLIPKART અને AMAZON પર પણ આ અંગે તપાસ કરી હતી. તેમાં પણ આ પ્રકારે કોઈ એસી વહેચાતુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ. ત્યારબાદ અમે અમદાવાદની ઈલેક્ટ્રિક માર્કેટમાં પણ આ અંગે તપાસ કરતા આ પ્રકારે કોઈ એસી વહેચાતુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ.
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ REDMI દ્વારા હાલ કોઈ AC લોન્ચ કરવામાં નથી આવ્યુ અને માર્કેટમાં હાલ આ પ્રકારે કોઈ એસી વહેચાઈ પણ નથી રહ્યુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ REDMI દ્વારા હાલ કોઈ AC લોન્ચ કરવામાં નથી આવ્યુ અને માર્કેટમાં હાલ આ પ્રકારે કોઈ એસી વહેચાઈ પણ નથી રહ્યુ.

Title:શું ખરેખર Redmi દ્વારા AC લોન્ચ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..
Fact Check By: Franny KariaResult: False
