
હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સાઉથનો સુપર સ્ટાર અલ્લુ અર્જુન કાર માંથી ઉતરી અને એરપોર્ટમાં જતો જોઈ શકાય છે. જેમાં એક વ્યક્તિ અલ્લુ અર્જુન સાથે સેલ્ફી લેવા માટે જઈ રહ્યો છે જેને બોડીગાર્ડ સાઈડમાં કરતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અલ્લુ અર્જુન હાલમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યો તેનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જૂલાઈ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અલ્લુ અર્જુન હાલમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યો તેનો વીડિયો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણમો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Ms Short નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અમને આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે આ વીડિયો મુંબઈ એરપોર્ટ પરનો વીડિયો છે.
તેમજ મીડ-ડે દ્વારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, શહેરમાં પગ મૂકતી વખતે અલ્લુ અર્જુન હંમેશાની જેમ અતિ સ્માર્ટ દેખાતો હતો. પુષ્પા સ્ટાર મુંબઈ એરપોર્ટ પર ફોટો પડાવ્યો હતો, અને તેનો આરામદાયક અને કેઝ્યુઅલ લુક ચોક્કસપણે પ્રેરણાદાયક રહેશે. અલ્લુ અર્જુન કાળા પાયજામા સાથે સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો.
તેમજ વધુ સર્ચ કરતા અમને તેલુગુ ધમાકા નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ વાયરલ વીડિયોને પ્રસારિત કર્યો હતો. જેની સાથે પણ માહિતી આપતા જણવવામાં આવ્યુ હતુ કે, અલ્લુ અર્જુન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અમદાવાદ એરપોર્ટ પરનો નહીં પરંતુ મુંબઈ એરપોર્ટનો છે. જેને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર અમદાવાદ એરપોર્ટ પર સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન આવ્યા હતા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
