
कट्टर मोदी समर्थक ग्रुप से जुड़े ओर अपने 51 साथियों को जोड़े નામના પેજ પર Dineshkaran Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તા 5 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “श्रीनगर में नमाज के बाद सेना पर पत्थर बाजी जारी, क्या इनको देखते ही ठोक देना चाहिये,???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 59 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીનગરમાં નમાઝ પછી સેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી,
(IMAGE-1) સૌ પ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને મળેલા પરિણામ માં આ ફોટો यूथ की आवाज़ નામની એક વેબસાઈટ દ્વારા પ્રતિનિધિત્વ કરવા માટે ઉપયોગમાં લીધો હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમજ ફોટોની નીચે લખવામાં આવ્યુ હતુ કે, મુળ ફોટો રાઈટર દ્વારા લેવામાં આવી છે. અને ફોટો ગ્રાફરનું નામ ડેનિશ ઈસ્માઈલ છે.
રાઈટરની વેબસાઈટમાં ડેનિશ ઈસ્માઈલ દ્વારા લેવામાં આવેલી ફોટોને શોધતા અમને મુળ ફોટો પ્રાપ્ત થઈ હતી. આ તસ્વીર 19 જાન્યુઆરી 2016ના ડેનિશ ઈસ્માઈલ દ્વારા શ્રીનગરમાં લેવામાં આવી હતી. ફોટોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “શ્રીનગરમાં એક વિરોધ પ્રદર્શન સમયે કશ્મીરી પ્રદર્શનકારીઓએ ભારતીય પોલીસ પર પત્થરો ફેક્યાં હતા.”

ગ્રેટર કશમીરમાં ઘટનાની માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, જામા મસ્જિદમાં શુક્રવારે પ્રાથના પછી નૌહટ્ટામાં યુવાઓ અને સુરક્ષા બળો વચ્ચે ઝડપ થઈ હતી. યુવકો દ્વારા આજાદીના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતો ત્યારે પોલીસ અને અર્ધસૈનિક બળો દ્વારા પ્રદર્શનકારિયોંને શાંત રાખવા માટે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
IMAGE-2 ગૂગલ સર્ચના પરિણામ પરથી અમે જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો 24 ઓગસ્ટ 2016નો છે. ન્યુઝ85 દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર અનુસાર ભાજપા દ્વારા લખનઉ વિધાનસબા ચૂંટણી સમયે ઘેરાવ કરવામાં આવ્યો હતો, તે સમયે પોલીસ અને ભાજપાના લોકો વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતીને કાબૂ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, પથ્થરમારા અને લાઠીચાર્જમાં એક સાંસદ સહિત ઘણા ભાજપના કાર્યકરો તેમજ અમુક પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.

પત્રિકા અને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
IMAGE-3 – ગૂગલ સર્ચના પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો 26 જૂન 2016ની છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં લખવામાં આવ્યુ હતુ કે, “પંપોર હુમલામાં મરી ગયેલા આઠ સીઆરપીએફ જવાન, લશ્કર-એ-તૈયબા દ્વારા હુમલો કરવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.” હુમલાની જવાબદારી લેતા લશ્કર-એ-તૈયબા દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, આ હુમલો સદસ્યીય ફિદાયીન દસ્તે દ્વારા કરવામાં આવ્યો હતો. લશ્કરના પ્રવક્તાએ ભવિષ્યમાં પણ આ પ્રકારે હુમલાની ચેતવણી આપી હતી.

આ સમાચારને ક્વિંટ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા તમામ ફોટો હાલના હોવાનું ક્યાંય સાબિત થતુ નથી. તમામ ફોટો વર્ષ 2016ના અલગ-અલગ ઘટનાના હોવાનું અમારી પડતાલમાં સાબિત થયુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે હાલ આ પ્રકારની કોઈ ઘટના નથી બની અને પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો પણ જૂના હોવાનું અમારી પડતાલમાં સાબિત થયું છે.

Title:શું ખરેખર શ્રીનગરમાં નમાઝ પછી સેનાના જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો..?
Fact Check By: Frany KariaResult: False
