ઈરાની ગેંગના નામે ફરી ચેતવણીનો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 18 સભ્યોની ગેંગ અંગે માહિતી આપવામાં આવી હતી અને આ ન્યુઝ પેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા ઈરાની ગેંગને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી, 18 શખ્સો બ્લેન્કેટ વહેંચવાના બહાને આવી લૂંટ ચલાવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસ દ્વારા ઈરાની ગેંગને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી, 18 શખ્સો બ્લેન્કેટ વહેંચવાના બહાને આવી લૂંટ ચલાવી રહ્યા છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે  ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ફેસબુક પર આ જ ન્યુઝ પેપરનું કટિંગ પ્રાપ્ત થયુ હતુ. જે 10 નવેમ્બર 2020ના અપલોડ કરવામાં આવ્યુ હતુ અને આ ન્યુઝ પેપર કટિંગમાં આપણે તારીખ પણ વાંચી શકીએ છીએ. જે 1 ઓગસ્ટ 2019ના વંચાય છે. આ તમે નીચે જોઈ શકો છો.

https://www.facebook.com/groups/536106530106800/posts/1234308280286618

Archive

જે ક્લુના આધારે અમે દિવ્યભાસ્કરની વેબસાઈટ પર તપાસ કરતા અમને આ જ માહિતી અને આ જ ફોટો સાથેનો અહેવાલ 4 વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

DivyaBhaskar | Archive 

તેમજ અમારી પડતાલને અમે મજબૂત કરવા અમે અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ ગેંગ આજ થી ચાર વર્ષ પહેલા પકડાય હતી. હાલમાં આ પ્રકારે કોઈ ગેંગની ધરપકડ કરવામાં આવી હોય કે આ અંગે કોઈ મેસેજ હાલમાં અમારા દ્વારા નથી મોકલવામાં આવ્યો. આ તદ્દન ખોટી માહિતી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા નથી મોકલવામાં આવી પરંતુ આ ગેંગ પાંચ વર્ષ પહેલા સક્રિય હતી તે સમયે પોલીસ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)