મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈનો વાયરલ મેસેજ ખોટો છે. મુનમુન દત્તા અને રાજ અનડકટ બંનેએ સગાઈની વાતનું ખંડન કર્યુ છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોમાં બબીતા જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા તારક મહેતા શોમાં ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અભિનેત્રી મુનમુન દત્તા તારક મહેતા શોમાં ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં મુનમુન દત્તાનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ જેમાં મુનમુને જણાવ્યુ હતુ કે, “આ સમાચારમાં કોઈ સત્ય નથી. અભિનેત્રીએ ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે તે આ વિશે કોઈ પણ રીતે વાત કરવા માંગતી નથી. મુનમુને કહ્યું- આ ખૂબ જ ખરાબ છે. આ સમાચારમાં એક ટકા પણ સત્ય નથી. હું આ નકામા અને નકલી સમાચાર પર મારી શક્તિ વેડફવાનો પણ ઇનકાર કરૂ છું.”

તેમજ વધુમાં અમે મુનમુન દત્તાનું ઇન્સટાગ્રામ એકાઉન્ટ ચેક કર્યુ હતુ, તેમણે 15 માર્ચ 2023ના તેમની સ્ટોરીમાં આ અંગે ખુલાસો કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, “તેમણે કોઈ સગાઈ કે લગ્ન કર્યા નથી, તેઓ પોતાની એનર્જી ખોટી વસ્તુઓ પાછળ બગાડવા નથી માંગતી.”



તેમજ અમે વધુ સર્ચ કરતા અમને રાજ અનડકટ દ્વારા પણ કરવામાં આવેલો ખુલાસો પ્રાપ્ત થયો હતો. જેમાં તેણે તેમની ઇનસ્ટાગ્રામ સ્ટોરીમાં માહિતી આપી હતી કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજ પાયાવિહોણા અને સત્યથી દૂર છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈનો વાયરલ મેસેજ ખોટો છે. મુનમુન દત્તા અને રાજ અનડકટ બંનેએ સગાઈની વાતનું ખંડન કર્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી હોવાની વાત અફવા છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
