
હાલમાં એક સમાચાર પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને લઈને માહિતી આપવામાં આવી હતી. આ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “WHO દ્વારા જાણકારી આપવામાં આવી કે, વર્ષ 2025 સુધીમાં 87 ટકા ભારતીયો ભેળસેળ યુક્ત પનીર ખાઈને કેન્સરનો ભોગ બનશે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “WHO દ્વારા જાણકારી આપવામાં આવી કે, વર્ષ 2025 સુધીમાં 87 ટકા ભારતીયો ભેળસેળ યુક્ત પનીર ખાઈને કેન્સરનો ભોગ બનશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
વાયરલ સ્ક્રિનશોટમાં કહેવામાં આવ્યું છે કે, WHO દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે બેગમાં ભેળસેળવાળું દૂધ કેન્સર માટે જવાબદાર છે.
WHO વેબસાઈટ પર કરવામાં આવેલી શોધમાં આ સર્વે અંગે કોઈ માહિતી મળી નથી. તેનાથી વિપરીત, આ વાયરલ દાવાને રદિયો આપતો એક સંદેશ WHO વેબસાઇટ પર જોવા મળ્યો હતો.
તેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભેળસેળયુક્ત દૂધ અંગે ભારત સરકારને કોઈ ચેતવણી આપી નથી. મિડિયામાં WHOના નામે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે, 2019માં સંસદમાં સાંસદ સંજય માંડલિકે તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રીને WHOની કથિત ચેતવણી અંગે સવાલ કર્યા હતા. ભેળસેળયુક્ત દૂધથી થતા કેન્સર અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને શું ચેતવણી આપી? મંડિલકે આ પ્રશ્ન પૂછ્યો.
તેનો જવાબ આપતાં ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે WHO દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ભારત સરકાર અને WHO બંનેએ આ સંદેશને નકારી કાઢ્યો છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ પણ ટ્વિટર પર આ વાયરલ દાવાઓને રદિયો આપ્યો હતો.
તેમણે ટ્વિટ કર્યું કે WHOએ ભારતમાં દૂધના ઉત્પાદનોની ભેળસેળને લઈને ભારત સરકારને કોઈ સલાહ આપી નથી જે કેન્સર તરફ દોરી જશે.
“આ દાવો ખોટો છે. WHOએ આવી કોઈ એડવાઈઝરી જારી કરી નથી,” PIB ફેક્ટ ચેકનું ટ્વીટ વાંચે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોર્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, WHO એ ચેતવણી આપી નથી કે, ભેળસેળયુક્ત પનીરને કારણે ભારતમાં 87 ટકા લોકોને કેન્સર થશે. આ ફેક ન્યુઝ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:WHO એ ચેતવણી આપી નથી કે, ભેળસેળયુક્ત પનીરને કારણે ભારતમાં 87 ટકા લોકોને કેન્સર થશે. આ ફેક ન્યુઝ છે.
Written By: Frany KariaResult: False
