શું ખરેખર વિપક્ષી નેતા ખડગેએ 2024ની ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ 100 બેઠકો પણ જીતી શકશે નહીં.

ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મે 2024 વચ્ચે યોજાવાની અપેક્ષા છે. જેને લઈને રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિપક્ષી નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે, જેમાં તેઓ ગૃહને સંબોધતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ક્લિપ શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા વિપક્ષે પોતાની હાર સ્વીકારી લીધી અને સ્વીકારી લીધું છે કે ભાજપ 400થી વધુ સીટો જીતશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા વિપક્ષે પોતાની હાર સ્વીકારી લીધી અને સ્વીકારી લીધું છે કે ભાજપ 400થી વધુ સીટો જીતશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે તપાસની શરૂઆતમાં વાયરલ વીડિયો વિશે જાણવા માટે અલગ-અલગ કીવર્ડનો ઉપયોગ કર્યો હતો. જ્યાં અમને સંસદ ટીવીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો જોવા મળ્યો. જે 2 ફેબ્રુઆરી 2024ના રોજ અપલોડ કરવામાં આવી હતી.

આ વીડિયો બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવનો છે. વાયરલ વીડિયોમાં 45 મિનિટ 54 સેકન્ડમાં જોઈ શકાય છે. 

આખો વિડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે ખડગેએ ભાજપના 400 સીટો પાર કરવાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ ચૂંટણીમાં તે 100 સીટો પણ જીતી શકશે નહીં.

વાસ્તવમાં મહિલા આરક્ષણની વાત કરતા ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું- તમારી પાસે આટલી બહુમતી છે, પહેલા 330, 334 હતી, હવે 400ને પાર કરી રહી છે.

સાહેબ, મારો દાવો છે કે દરેકને પસંદ કર્યા પછી આવવા દો, પહેલા મોકલો અને પછી ખબર પડશે. બધા મોદીની કૃપાથી આવ્યા છે અને તાળીઓ પાડી રહ્યા છે. અમે MLA માટે લડ્યા, MP માટે લડ્યા અને પછી આજે અમે રાજ્યસભામાં આવ્યા છીએ.

અહીંના લોકો સંપૂર્ણપણે મોદીજીના આશીર્વાદથી આવ્યા છે. અને આશીર્વાદથી આવ્યા પછી તેમનું કામ થપથપ ટેબલ રમવાનું છે.

ઢોલ વગાડીએ છીએ – 400 આવશે, 500 આવશે. તમારે આવવાનું જ છે તો આ બધું કેમ નથી કરતા? હવે તમે આ વખતે 100ને પણ પાર કરી શકશો નહીં. 100માં પણ ભારત મજબૂત છે.

આગળ અમે વાયરલ વિડિયો અને મૂળ વિડિયોનું વિશ્લેષણ કર્યું. જેમાં સ્પષ્ટ થાય છે કે અસલ વીડિયોનો આંશિક વીડિયો ખોટા દાવા સાથે શેર કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. નીચેનું વિશ્લેષણ જુઓ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષની હાર સ્વીકારતી વખતે ભાજપને 400થી વધુ સીટો જીતવાનું નિવેદન આપ્યું નથી. ક્લિપનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ 100 બેઠકો પણ જીતી શકશે નહીં.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર વિપક્ષી નેતા ખડગેએ 2024ની ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False