
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં, એક સારો પોશાક પહેરેલો માણસ તેની બાજુમાં ઉભેલી મહિલા સાથે બળજબરીથી હાથ મિલાવે છે. 32 સેકન્ડનો વીડિયો શેર કરતા કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે “કોંગ્રેસ નેતા પર મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ નેતા દ્વારા ચાલુ ક્રાર્યક્રમમાં મહિલાનું અપમાન કર્યુ હતુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 29મી ડિસેમ્બર 2022ના રોજ ન્યૂઝ 18 ઓડિશાની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલો વાયરલ વિડિયો મળ્યો હતો.
વીડિયોમાં સ્પષ્ટ છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ ઓડિશા કોંગ્રેસના ધારાસભ્ય તારા પ્રસાદ ભાગરપતિ છે. અમે તેના વિશે ગૂગલ કર્યું અને તેમનુ ફેસબુક પેજ મળ્યુ હતુ. જેમાં તેમણે 28 ડિસેમ્બરે વાયરલ વીડિયો પોસ્ટ કર્યો હતો.
Archive
અમને ઘણી વેબસાઇટસ પર સંબંધિત સમાચાર પણ મળ્યા. 9 જાન્યુઆરી 2023ના રોજ એક અહેવાલ મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય તારા પ્રસાદ ભાગરપતિ એક કાર્યક્રમમાં તેમની પત્ની મીનાક્ષી ભાગરપતિને ચુંબન કરતા કેમેરામાં ઝડપાયા હતા. તારાપ્રસાદ ઓડિશામાં જયપુર વિધાનસભાના ધારાસભ્ય છે. આ પહેલા પણ ઓડિશા વિધાનસભામાં સ્પીકર એસએન પેટ્રોને ફ્લાઈંગ કિસ આપવાની ચર્ચા થઈ છે.
આ અંગે તારા પ્રસાદ ભાગરપતિનો સંપર્ક કરતાં તેમણે અમને સ્પષ્ટતા કરી કે વીડિયોમાં દેખાતી મહિલા તેની પત્ની છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસના 138માં સ્થાપના દિવસ નિમિત્તે તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો તે કાર્યક્રમનો છે.
આ ઉપરાંત ત્રણ વર્ષ પહેલા તેમણે ગૃહમાં સ્પીકરને થપ્પડ મારી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જુઓ તેના સંપૂર્ણ સમાચાર. ઓડિશા વિધાનસભામાં સ્પીકર એસએન પેટ્રોને ફ્લાઈંગ કિસ આપવાની પણ ચર્ચા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ કોંગ્રેસનો ધારાસભ્ય તારા પ્રસાદ ભાગરપતિ છે. તેમણે અન્ય કોઈ મહિલાનું અપમાન નથી કર્યુ. વીડિયોમાં દેખાતી મહિલા તેમની પત્ની મીનાક્ષી ભાગરપતિન છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: કોંગ્રેસના ધારાસભ્ય તારા પ્રસાદ ભાગરપતિ અન્ય કોઈ મહિલાને નહીં પરંતુ તેમની પત્નીને ફ્લાઈંગ કિસ આપી રહ્યા હતા.
Fact Check By: Frany KariaResult: False
