
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી ડ્રેસ પહેરેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ડ્રેસ પહેર્યો છે એ 35 ડોલરમાં ઓનલાઈન વેચાઈ રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ડ્રેસ પહેર્યો છે એની સાથે ઓનલાઈન મળી રહેલા ડ્રેસનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D ツ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ વખતે ફક્ત 3000 રૂપિયા નો ડ્રેસ લીધો છે. અભણ માણસ નો એટલો પણ ફાયદો ન ઉઠાવવો કે તેને સ્ત્રીઓ ના પોશાક પહેરાવી દઈએ… આ લખાણમાં એ દાવા કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ડ્રેસ પહેર્યો છે એ 35 ડોલરમાં ઓનલાઈન વેચાઈ રહ્યો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરુઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને shorelinewearusa.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા ઓનલાઈન મળી રહેલા આવા જ એક ડ્રેસનો ફોટો પ્રાપ્ત થયો હતો. જે પણ 35 ડોલરમાં વેચાઈ રહ્યો છે. આ વેબસાઈટ પર વેચાઈ રહેલા ડ્રેસ સાથેનું લખાણ પણ વાયરલ ફોટો સાથે મળતું આવે છે.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં વાયરલ ફોટો અને ઓનલાઈન વેબસાઈટ પર વેચાઈ રહેલા ફોટોને ધ્યાનથી જોતાં બંનેમાં ઘણી સમાનતાઓ જોવા મળી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજ ડ્રેસ પહેરેલા ફોટો સાથેની એક ટ્વિટ narendramodi_in દ્વારા કરવામાં આવી હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નરેન્દ્ર મોદીએ મોઘાલય ખાતે ઘણા બધા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
નીચે તમે વાયરલ ફોટો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલા ઓરિજીનલ ડ્રેસના ફોટો વચ્ચેની સામ્યતા જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ડ્રેસ પહેર્યો છે એની સાથે ઓનલાઈન મળી રહેલા ડ્રેસનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Title:જાણો આદિવાસી પહેરવેશ સાથેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered
