શું ખરેખર ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજાપા IT સેલનો સદસ્ય ઈવીએમ હેક કરતા પકડાયો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ફેક્ટક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ફોટો છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેમજ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ હેકની કોઈ ફરિયાદ નોંધાઇ નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપાને જંગી બહુમતી મળી હતી. ચૂંટણીના પરિણામ બાદ થી જ સોશિયલ મિડિયામાં ઈવીએમ હેક મત ગણતરીને લઈ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપા આઈટી સેલનો સદસ્ય ઈવીએમ હેક કરતા ઝડપાયો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jaypalsinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપા આઈટી સેલનો સદસ્ય ઈવીએમ હેક કરતા ઝડપાયો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે એ જાણવા પ્રયાસ કર્યો હતો કે, આ પ્રકારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઈ ઈવીએમ હેક થયાનો બનાવ બન્યો છે કે કેમ, પરંતુ આ પ્રકારનો કોઈ બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ ન હતુ. 

તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ચૂંટણી અધિકારીનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “59,723 મતદાન મથકોમાંથી કોઈપણ પણ મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન નથી થયું. અવ્યવસ્થા અથવા ભીડ નિયંત્રણ અથવા કોઈપણ પ્રકારની અરાજકતાની કોઈ ઘટના જોવા મળી નથી. કોઈપણ તબક્કે ઈવીએમમાં ​​ખરાબી અંગે કોઈ ફરિયાદ મળી નથી. વધુ મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણી પરિણામમાં 1000થી વધુની જીતની માર્જિન પણ સ્વીકારવામાં આવી અને કોઈ ફરિયાદ નહોતી.

News18 | Archive

તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ક્યાંનો છે તે જાણવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો છેલ્લા 6 વર્ષથી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. અમર ઉજાલાના વર્ષ 2017ના અહેવાલમાં પણ આ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમ હેકની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તેમજ પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે પણ હાલનો નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજાપા IT સેલનો સદસ્ય ઈવીએમ હેક કરતા પકડાયો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False