આ વિડિયો એક વર્ષ જૂનો છે, જેમાં સંખેડા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી ફેબ્રુઆરી 2021માં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. તાજેતરની ઘટનાનો આ વિડિયો નથી.

ભાજપાનો ખેસ ગળામાં નાખીને લોકોને ધમાકવતો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેયર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયોને શેયર કીરને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાના ધારાસભ્ય દ્વારા હાલની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન લોકોને ધમકાવી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
लोकतंत्र तंत्र में लोक નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપાના ધારાસભ્ય દ્વારા હાલની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન લોકોને ધમકાવી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive | Facebook |
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 25 ફેબ્રુઆરી 2021ના રોજ ABP અસ્મિતા ન્યૂઝ વેબસાઈટ દ્વારા આ જ વિઝ્યુલ્સ સાથેનો એક વિડિયો પ્રકાશિત થયો હતો. આ ન્યૂઝ વેબસાઈટે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીના વિઝ્યુઅલ્સ લોકો પર ગુસ્સે થયા હોવાના અહેવાલ આપ્યા હતા. આ ઘટના કથિત રીતે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના હરિપુરા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બની હતી. આ સમગ્ર અહેવાલ તમે નીચે જોઈ શકો છો.
Zee 24કલાક દ્વારા પણ આ વિડિયો સાથે ઉપરોક્ત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં પણ આ જ વિઝ્યુલ્સ પ્રસારિત કર્યા હતા.
તેમજ નવગુજરાત સમયના અહેવાલ અનુસાર, ફેબ્રુઆરી 2021માં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા આયોજિત ગામની બેઠક દરમિયાન, ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી એક વ્યક્તિ પર ઘરોના નિર્માણ અંગે પૂછપરછ કરવા માટે ગુસ્સે થયા હતા. આ માણસને ચૂપ રહેવા માટે બૂમો પાડી અને પછી તેને સભામાંથી બહાર જવાનું કહેતા અભેસિંહ તડવીએ સભામાં હાજર અન્ય લોકોને કહ્યું કે તમામ કામ થઈ જશે અને તેણે તમામ પ્રયાસો કર્યા છે. વધુમાં, અભેસિંહ તડવીએ લોકોને ધમકી આપી હતી કે જો તેમને પંચાયતની ચૂંટણીમાં મત નહીં મળે તો મતવિસ્તારમાં કોઈ ફેરફાર થશે નહીં.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો એક વર્ષ જૂનો છે, જેમાં સંખેડા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી ફેબ્રુઆરી 2021માં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. તાજેતરની ઘટનાનો આ વિડિયો નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વર્ષ 2021નો ભાજપાના ધારાસભ્યનો વિડિયો હાલની વિધાનસભા સાથે જોડે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
