
ફેસબુક પર Afzal Lakhani નામના એક ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાકિસ્તાન અલગાવાદી પીડીપી અફઝલ ગુરુ સમર્થક ભાજપાને હવે વોટ ના જ અપાઈ..ભાજપ ભગાઓ દેશ બચાઓ. આ ઉપરાંત પોસ્ટમાં અમિત શાહ, નરેન્દ્ર મોદી તેમજ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના મળીને કુલ 5 ફોટો શેર કરવામાં આવ્યા હતા.આ પોસ્ટને લગભગ 148 જેટલા લોકોએ લાઈક કરી હતી. 59 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 238 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive
સંશોધન
ઉપરની પોસ્ટમાં દર્શાવવામાં આવેલા તમામ ફોટોને અમે અલગ અલગ રીતે સંશોધન કરી તપાસ કરવાનું શરૂ કર્યું. જેમાં સૌપ્રથમ ફોટોમાં તમે જોઈ શકો છો કે અમિત શાહ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને શાલ આપી રહ્યા છે. અમે આ ફોટો માટે ગુગલની મદદ લીધી અને Amit Shah give shawl to mehbooba mufti લખીને સર્ચ કર્યું તો નીચે મુજબ પરિણામ પ્રાપ્ત થયા.

ઉપરના પરિણામમાં સર્ચ કરતા અમને India Today દ્વારા 25 ફેબ્રુઆરી, 2015 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલો એક આર્ટિકલ મળ્યો. જેમાં એવું સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જ્યારે ભાજપા અને પીડીપીનું ગઠબંધન થયું તે સમયે દિલ્હી ખાતે અમિત શાહ દ્વારા મહેબુબા મુફ્તીને આ શાલ આપવામાં આવી હતી. આ ફોટો લગભગ 4 વર્ષ પહેલાનો છે છતાં પણ 2019 ના ચૂંટણી માહોલને લઈને આ ફોટોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ત્યાર બાદ અમે બાકીના 3 ફોટોની તપાસ હાથ ધરી તો ઈસ્લામિક ઝંડા સાથે ઉભેલા નરેન્દ્ર મોદીના ત્રણેય ફોટા અમારી પડતાલમાં ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યા હોવાનું સાબિત થયું. કારણ કે મોદીના આ ત્રણેય ફોટા આસમમાં પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા બોગીબીલ પુલના છે. 25 ડિસેમ્બર, 2018 ના દિવસે આ પુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ અંગે અમે આગળ પણ સત્ય ચેક કર્યું હતું જે તમે ઓરિજનલ ફોટો અને નકલી ફોટો વચ્ચેના તફાવતની નીચે આપેલી લિંક પર જોઈ શકો છો.

ત્યાર બાદ ઉપરની પોસ્ટમાં શેર કરવામાં આવેલો છેલ્લો ફોટો નરેન્દ્ર મોદીની માતા હીરાબાનો છે. જેમાં તેઓ પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા અપાયેલી સાડી સાથે દ્રષ્ટિગોચર થાય છે. આ અંગે અમે વધુ તપાસ કરી તો 5 જૂન, 2014 ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ પણ મળ્યું હતું. જેમાં મોદીએ પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફનો પોતાની માતા હીરાબાને એક સુંદર સાડી ગિફ્ટ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
વધુ તપાસમાં અમને આજ તક દ્વારા 6 જૂન, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવેલ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદીના માતા હીરાબા નવાઝ શરીફે આપેલી શાલ સાથે નજરે પડે છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
Embed Link –
પરિણામ:
આમ, અમારા સંશોધનમાં ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ કે જેમાં 5 ફોટો શેર કરવામાં આવ્યા છે એમાંથી 2 ફોટો સાચા છે પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં ફોટો દર્શાવી કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે કારણ કે, ભાજપ દ્વારા પાકિસ્તાન, અલગાવવાદીઓ, અફઝલ ગુરૂને ક્યારેય સમર્થન કરવામાં આવ્યું નથી. પરંતુ જે તે સમયે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીના ગઠબંધનની સરકાર બની હતી. પરંતુ ઉપરની પોસ્ટના દાવા મુજબ આ પ્રકારે ક્યારેય સમર્થન કરવામાં આવ્યું નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોદી અને અમિત શાહના ફોટોનું જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
