
વરસાદની સીઝનમાં પહાડી વિસ્તારોમાંથી ભેખડ ધસી પડવાની ઘટના બનવા પામતી હોય છે. આ જ પ્રકારનો એક વિડિયો જેમાં લાઈવ વિડિયોમાં ભેખડ ધસી પડતી જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના સાપુતારામાં ભેખડ ધસી પડ્યાનો આ વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સાપુતારાનો નથી, સાપુતારાનો વિડિયો અલગ છે. આ વિડિયો મોઝિરમનો હોવાનું મનાઈ રહ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Chirag Agrawat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના સાપુતારામાં ભેખડ ધસી પડ્યાનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Facebook
તેમજ સ્થાનિક લોકલ મિડિયા દ્વારા પણ આ વિડિયોને સાપુતારાનો માનવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઝી ન્યુઝ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ વિઝ્યુલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મિઝોરમમાં ભૂસ્કલંનની ઘટનાનો આ વિડિયો છે.”

તેમજ યુટ્યુબ પર જૂદા-જૂદા યુઝર દ્વારા આ વિઝ્યુલ જૂન મહિનામાં અપલોડ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ સાપુતારા પાસે ભેખડ ધસી પડવાની ઘટનાના વિડિયો પણ સામે આવ્યા છે. જે આ વિઝ્યુલ થી ઘણા અલગ છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સ્થાનિક પત્રકાર નિકંજ પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે વાયરલ વિડિયો જોયા બાદ પૃષ્ટિ કરી હતી કે આ વિઝ્યુલ સાપુતારાના નથી, સાપુતારાના વિઝ્યુલ અલગ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સાપુતારાનો નથી, સાપુતારાનો વિડિયો અલગ છે. આ વિડિયો મોઝિરમનો હોવાનું મનાઈ રહ્યુ છે.

Title:શું ખરેખર ભેખડ ધસી પડવાનો આ વિડિયો ગુજરાતના સાપુતારાનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
