FAKE.! ઓવૈસી પર હુમલો કરનાર આરોપીના નામે બીજેપી નેતાના PROની ખોટી તસવીર વાયરલ…

Partly False રાજકીય I Political રાષ્ટ્રીય I National

યુપીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા MIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ હાપુડ પોલીસે સચિન પંડિત અને શુભમ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સચિન આરોપી નામના વ્યક્તિની એક તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે જોવા મળી રહ્યો છે.

આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી પોસ્ટમાં જોવા મળતો વ્યક્તિ ઓવૈસી પર હુમલો કરનાર સચિન છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ તસવીરમાં દેખાતો વ્યક્તિ આરોપી સચિન નથી. આ તસવીર ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીના પીઆરઓ નિતેશ સિંહ તોમરની છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Samna Digital નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી પોસ્ટમાં જોવા મળતો વ્યક્તિ ઓવૈસી પર હુમલો કરનાર સચિન છે.”

Facebook | Fb post Archive | Article Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ કરતા અમને આ તસવીર 4 ફેબ્રુઆરીના રોજ નિતેશ સિંહ તોમર નામના ટ્વિટર હેન્ડલ પર પ્રકાશિત થઈ હોવાનું જાણવા મળ્યુ હતુ.

નિતેશે તે ટ્વિટમાં ખુલાસો કર્યો છે કે વાયરલ તસવીર તેમની છે અને તે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીના પીઆરઓ છે. આ ટ્વિટમાં યુપી પોલીસને ટેગ કરીને આના પર કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

Archive

ત્યારબાદ અમે નિતેશ સિંહ તોમરનો સંપર્ક કર્યો. તેણે કહ્યું, “આ મારી તસવીર છે અને મારૂ નામ સચિન નથી, પરંતુ નિતેશ સિંહ તોમર છે. આરોપી સચિન સાથે મારો કોઈ સંબંધ નથી. હું ભાજપના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની પીઆરઓ છું. આ તસવીર વર્ષ 2017માં યોજાયેલા સન્માન સમારોહની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મારૂ સન્માન કરવામાં આવ્યુ હતું. હું એ તમામ લોકોને કાનૂની નોટિસ મોકલી રહ્યો છું જેમણે ખોટા દાવા સાથે આ તસવીર શેર કરી છે.” 

ANIના ટ્વિટમાં આરોપી સચિન અને શુભમના ફોટા આપવામાં આવ્યા છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે, અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગોળીબાર કરનારા બે આરોપીઓની હાપુડ પોલીસે ધરપકડ કરી છે.

Archive

તમે નીચે ફોટોમાં નિતેશ સિંહ તોમર અને સચિન વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

આપને જણાવી દઈએ કે, 3 ફેબ્રુઆરીના રોજ અસદુદ્દીન ઓવૈસી ઉત્તરપ્રદેશના મેરઠથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે ટોલ બ્લોક પર અચાનક બે લોકોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. 

પરિણામ

આમ, તથ્યો તપાસ્યા પછી, અમને જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલી તસવીર સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ તસવીરમાં દેખાતો વ્યક્તિ આરોપી સચિન નથી. આ તસવીર ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીના પીઆરઓ નિતેશ સિંહ તોમરની છે.

Avatar

Title:FAKE.! ઓવૈસી પર હુમલો કરનાર આરોપીના નામે બીજેપી નેતાના PROની ખોટી તસવીર વાયરલ…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False