
દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને તમામ પાર્ટીના ઉમેદવારની યાદીઓ જાહેર થઈ રહી છે. ત્યારે હાલમાં કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનિલ શાસ્ત્રીનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ દ્વારા યુપી વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ સામે સુનિલ શાસ્ત્રીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કોંગ્રેસ દ્વારા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કોઈ ઉમેદવારની જાહેરાત આજ દિન સુધી એટલે કે 19 જાન્યુઆરી 2022 સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Satishsinh Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ દ્વારા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કોઈ ઉમેદવારની જાહેરાત આજ દિન સુધી એટલે કે 19 જાન્યુઆરી 2022 સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો અંગેની સત્યતા જાણવા પ્રયત્ન કર્યો હતો અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને NDTVનો 28 ડિસેમ્બર 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “સુનીલ શાસ્ત્રી, જે ભાજપ સાથે રહી ચૂક્યા છે, તેઓ ટૂંક સમયમાં ફરીથી કોંગ્રેસમાં જોડાય તેવી અપેક્ષા છે અને આગામી વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી માટે કામ કરશે.”

તેમજ યોગી આદિત્યનાથ ક્યા થી ચૂંટણી લડવાના છે તે જાણવા અમે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે , યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરની સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
તેમજ ગોરખપુર જિલ્લામાં કુલ 9 વિધાનસભા બેઠકો છે. આ બેઠકો 320, 321, 322, 323, 324, 325, 326, 327, 326, 327 છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે કુલ 125 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં 50 મહિલાઓ છે. આ 125માંથી 50ની જાહેરાત ખુદ પ્રિયંકા ગાંધીએ કરી હતી. આ યાદીમાં ગોરખપુર જિલ્લાની એક બેઠક માટેના ઉમેદવારનું નામ પણ સામેલ છે. રજની દેવી કોંગ્રેસ વતી ગોરખપુરની ખજાની વિધાનસભા (325) સીટ માટે ચૂંટણી લડી રહી છે.
ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે 125 ઉમેદવારોની યાદીમાં ગોરખપુરની માત્ર એક બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બાકીની 6 બેઠકોના ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે. સંપૂર્ણ યાદી વાંચવા આ લિંક પર જોઈ શકો છો.

આ જ માહિતી ‘અમર ઉજાલા’ના 13 જાન્યુઆરીના અહેવાલમાં પ્રસારિત કરવામાં આવી છે. ગોરખપુર જિલ્લાની 9 બેઠકોમાંથી 1 બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રજની દેવી ખજાની વિધાનસભાથી ઉમેદવાર બન્યા છે.

તેમજ અમે સુનિલ શાસ્ત્રીના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પણ ચેક કર્યા હતા. તેમા તેમણે લખ્યુ હતુ કે, તેઓ ભાજપાના જનરલ સેક્રેટરી અને પ્રવક્તા છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કોંગ્રેસ દ્વારા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કોઈ ઉમેદવારની જાહેરાત આજ દિન સુધી એટલે કે 19 જાન્યુઆરી 2022 સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.

Title:શું ખરેખર સુનિલ શાસ્ત્રીને યુપીમાં યોગી આદિત્યનાથ સામે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા…?
Fact Check By: Yogesh KariaResult: False
