શું ખરેખર બાઈકમાં ઓક્સિજન સિલિન્ડર લઈ જતી મહિલાનો ફોટો ભારતનો છે….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

કોરોનાની બીજી લેહરએ દેશને હચમચાવી દિધો છે. દરેક રાજ્યમાંથી હ્રદયને થોભાવી દે તેવા ચિત્રો બહાર આવી રહી છે. એક તરફ, જ્યાં કોરોનાથી પિડિત દર્દીઓને હોસ્પિટલમાં સ્થાન મળતું નથી, બીજી તરફ, કોરોના સાથેની જંગમાં હારી ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાંબી રાહ જોવી પડશે. આ બધા વચ્ચે બાઇક પર ઓક્સિજન સિલિન્ડર રાખેલી મહિલાની ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાઈક પર ઓક્સિજન સિલિન્ડર લઈ જતી મહિલાનો આ ફોટો ભારતનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નહિં પરંતુ બાંગ્લાદેશના બારિસાલ શહેરનો છે. ભારતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Saeedahmed Dadi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 એપ્રિલ 2021ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાઈક પર ઓક્સિજન સિલિન્ડર લઈ જતી મહિલાનો આ ફોટો ભારતનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઢાકાપોસ્ટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “આ ફોટો બાંગ્લાદેશના બારિસલ શહેરનો છે. રિપોર્ટ અનુસાર બાઇક પર બેઠેલી મહિલાનું નામ રેહાના પરવીન છે, જે પોતાના પુત્ર ઝિયાઉલ હસન ટીટુ સાથે હોસ્પિટલમાં જઈ રહી છે. અહેવાલ મુજબ, આ તસવીર ફેસબુક પર બારિસાલ ટ્રાફિક પોલીસના તૌહિદ તુતુલ નામના વ્યક્તિએ પોસ્ટ કરી હતી. મહિલાને કોરોના ચેપ લાગ્યો હતો, જેને તેનો પુત્ર શ્વાસ લેવામાં તકલીફ બાદ હોસ્પિટલમાં લઈ રહ્યો હતો.

Dhakapost | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને બાંગ્લાન્યુઝ24ની પણ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ જ માહિતી આપવામાં આવી હતી અને આ જ ફોટો શેર કરવામાં આવ્યો હતો.

તેમજ બારિસલના ટ્રાફિક પોલીસ તૌહિદ તુતુલ નામના પોલીસ અધિકારીના ફેસબુક એકાઉન્ટ પર પણ 17 એપ્રિલ 2021ના અમને આ ફોટો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/touhid.tutul/posts/3744538422311373?__tn__=%2CO*F

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નહિં પરંતુ બાંગ્લાદેશના બારિસાલ શહેરનો છે. ભારતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર બાઈકમાં ઓક્સિજન સિલિન્ડર લઈ જતી મહિલાનો ફોટો ભારતનો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False