શું ખરેખર બે વ્યક્તિની ગોળી મારી સરાજાહેર હત્યા કરવામાં આવી તેનો વિડિયો છે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાની પાસે રહેલી પિસ્તોલ માંથી બે લોકોને ગોળી મારે છે. અને બાદમાં ત્રણ લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો જાહેરમાં બે વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રિયલમાં કરવામાં આવેલી હત્યાનો નથી પરંતુ ફિલ્મના શુંટિગ દરમિયાનનો છે. ફેક્ટ ક્રેસેન્ડોએ પણ પુષ્ટિ કરે છે કે,  આ વિડિયો વેરાવળ, મુંબઈ, કે ડોંગરનો નથી પરંતુ ગોવાના માપુસા મ્યુનિસિપલ માર્કેટમાં શૂટ કરવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel Salim નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો જાહેરમાં બે વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

આ વિડિયો સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા સ્થળના નામે વાયરલ થઈ રહ્યો છે. અમુક યુઝર દ્વારા આ વિડિયો ગુજરાતના વેરાવળ (ARCHIVE) નો તેમજ અમુક યુઝર દ્વારા આ વિડિયો મુંબઈના ડોંગરી (ARCHIVE) વિસ્તારનો જણાવી ફેલવવામાં આવી રહ્યો છે. 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોનું ધ્યાનથી નિરિક્ષણ કરતા અમને અમને એક હોર્ડિંગ જોવા મળ્યુ હતુ, જે ગુલાબી રંગમાં “Anisha’s”  લખેલુ જોવા મળે છે.

ત્યારબાદ અમે ગૂગલ મેપ્સ પર અનીષા શબ્દના કીવર્ડથી શોધ ચલાવી અને તે જ નામ સાથે મેકઅપનો સ્ટુડિયો, મેસ, સલુન્સ, ઇન્ટિરિયર, મેન્શન, બ્રાઇડલ પોઇન્ટ, વસ્ત્રો વગેરે જેવા ઘણા વ્યવસાયો મળ્યાં. અમે વિડિયોમાં જે લોગો જોવા મળે છે તેને દરેક વ્યવસાયના લોગોને સાથે સરખાવવાનો પ્રય્તન કર્યો હતો.

ત્યારબાદ અમને જાણવા મળ્યું કે Anisha’s બ્યુટી સલૂન ગોવાના મપુસામાં આવેલું છે, જેનો લોગો મળતો આવે છે. ગૂગલ મેપ્સ અનુસાર, સલૂન ગોવાના મપુસા મ્યુનિસિપલ માર્કેટમાં સ્થિત છે.

આગળ, અમે ગુગલ પર મુખ્ય શબ્દથી શોધ શરૂ કરી હતી. જેના પરથી અમને 7 ફેબ્રુઆરી 2021ના ગોવા ન્યૂઝ હબ દ્વારા પ્રકાશિત એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવ્યું હતું કે, “આ વિડિયો ગોવાના મપુસામાં એક મૂવી શૂટનો છે, જેને વાસ્તવિક જીવનની ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.

Archive

ત્યારબાદ અમે ગોવા ન્યૂઝ હબના સ્થાપક અને સંપાદક રૂપેશ સામંતનો સંપર્ક સાધ્યો, જેમણે અમને પુષ્ટિ આપી હતી કે વિડિયો ગોવાના માપુસા વિસ્તારનો જ છે. તેમણે કહ્યું હતુ કે, તે કોઈ વાસ્તવિક રિયલમાં હત્યા કરાઈ હોવાનો વિડિયો નથી, તેમજ આ વિડિયો ફેબ્રુઆરીની શરૂઆતમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “વિડિયો મોટાભાગે સ્થાનિક મૂવીના શુટિંગનો એક ભાગ છે. જો કે આ સિવાયની ઘણી વિડિયો ક્લિપ્સ છે જેમાં વાયરલ વિડિયોમાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિ ઉભા થઈ ચાલતા જોવા મળે છે.

ત્યારબાદ અમે યુટ્યુબ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે તપાસ શરૂ કરી હતી. દરમિયાન અમને 1:30 મિનિટનો એક વિડિયો પ્રાપ્ત થયો હતો, જે વિડિયોમાં આ ઘટનાને બીજા એંગલથી બતાવવામાં આવી છે, જેનાથી પર તે સ્પષ્ટ થઈ જાય છે કે વિડિયો કોઈ મૂવી શૂટિંગનો જ છે, વાસ્તવિક જીવનની ઘટના નથી. આ વિડિયોમાં તમે કેમેરા ઓપરેટરને જોઈ શકો છો. અને શૂટ જોવા માટે આસપાસ ઘણા લોકો ભેગા થયા હતા. વિડિયોના કેપ્શનમાં “નવી મૂવી પર મપુસામાં શૂટિંગ” નો ઉલ્લેખ છે. વિડિયો 10 ફેબ્રુઆરી 2021ના પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે સ્થાન ગોવા તરીકે દર્શાવવામાં આવ્યું છે.

નીચે તમે વાયરલ વિડિયો અને યુટ્યુબ વિડિયો વચ્ચેની તુલનાત્મક છબી જોઈ શકો છો જેમાં તે જ પુરુષો જોઈ શકીએ છીએ જે પુષ્ટિ આપે છે કે બંને વિડિઓ એક જ ઘટનાના છે જેને બે જુદા-જુદા એંગલથી શૂટ કરવામાં આવ્યા છે.

ત્યારબાદ અમે માપુસા પોલીસ સ્ટેશનના પીઆઈ તુષાર લોટલીકર અને માપુસાના એસડીપીઓ ગજાનન પ્રભુ દેસાઈનો સંપર્ક કર્યો હતો, જેમણે પુષ્ટિ કરી હતી કે, વિડિયો ગોવાનો માપુસાનો જ છે. તેમણે કહ્યું હતુ કે, “વિડિયોમાં બ્રોડ ડે પ્રકાશમાં જે હત્યાની ઘટના જોવા મળે છે તે વાસ્તવિક ઘટના દેખાઈ નથી. તે મૂવી શૂટની એક ક્લિપ છે જે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં માપુસા મ્યુનિસિપલ માર્કેટમાં થઈ હતી.”  

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ગીરસોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વેરાવળમાં આ પ્રકારે કોઈ હત્યાનો બનાવ બનવા પામ્યો નથી. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રિયલમાં કરવામાં આવેલી હત્યાનો નથી પરંતુ ફિલ્મના શુંટિગ દરમિયાનનો છે. ફેક્ટ ક્રેસેન્ડોએ પણ પુષ્ટિ કરે છે કે,  આ વિડિયો વેરાવળ, મુંબઈ, કે ડોંગરનો નથી પરંતુ ગોવાના માપુસા મ્યુનિસિપલ માર્કેટમાં શૂટ કરવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર બે વ્યક્તિની ગોળી મારી સરાજાહેર હત્યા કરવામાં આવી તેનો વિડિયો છે..?

Fact Check By: Yogesh Karia 

Result: False