
હાલ સોશિયલ મિડિયામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો કથિત પરિપત્ર ફરી રહ્યો છે. જેમાં આગામી માર્ચ મહિના પરિક્ષા યોજવાની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આગામી પરિક્ષાને લઈ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પરિપત્ર ફર્જી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પ્રકારે કોઈ પરિક્ષા લેવામાં આવનાર નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પરિપત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nayan N Panchal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આગામી પરિક્ષાને લઈ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધ કરી હતી. પરંતુ અમને આ પરિક્ષાને લઈ કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ તેમાં પણ ક્યાંય આ અંગેની માહિતી પ્રસારિત કરવામાં આવી ન હતી.
ત્યારબાદ અમને રવિન્દ્ર બારોટ નામના યુઝરની એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ લેટર શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફેક ન્યુઝ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પરિક્ષાને લઈ કોઈ જાહેરાત કરવામાં નથી આવી, કોઈ આવારા તત્વો દ્વારા આ પ્રકારે ભ્રામક્તા ફેલાવવા આ પત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે. અમે કોઈપણ જાહેરાત કરીશુ તો અમારી વેબસાઈટના માધ્યમથી જ કરીશું, આ પ્રકારની ભ્રામક્તા થી દૂર રહેવાની લોકોને વિનંતી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પરિપત્ર ફર્જી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પ્રકારે કોઈ પરિક્ષા લેવામાં આવનાર નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પરિપત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ચ મહિનામાં પરિક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી …?
Fact Check By: Yogesh KariaResult: False
