
ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા માં ૧૨% વૈજ્ઞાનિક ભારતીય છે.
નાસા માં ૩૫% વૈજ્ઞાનિક ભારતીય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા પોતાનો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નાસામાં 35 ટકા અને અમેરિકામાં 12 ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર ‘35% of scientists at NASA are Indians’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો 10 માર્ચ 2008નો અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, નાસામાં 36 ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે. જે સરકારનો સર્વે છે. જે આપ નીચે વાંચી શકો છો.

ઉપરોક્ત અહેવાલ તો 11 વર્ષ જૂનો છે. પરંતુ QUARA.COM દ્વારા આ અહેવાલને ખોટો સાબિત કરવામાં આવ્યો છે. નાસાના 2014ના રિપોર્ટ સાથે સ્મુતેષ મિશ્રા નામના વ્યક્તિ દ્વારા આ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ ને ખોટો સાબિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, નાસામાં ભારતીયો મુખ્ય કાર્યબળ નથી. જે આપ નીચે વાંચી શકો છો.

તેમજ આ વાતને ખોટી સાબિત કરતો એક વિડિયો પણ બનાવવામાં આવ્યો છે. જે આપ નીચે જોઈ શકો છો.
નાસા દ્વારા વર્ષ 2014માં જે સર્વે રિપોર્ટ કરવામાં આવેલો સર્વે રિપોર્ટ અનુસાર માત્ર 444 ભારતિય જ નાસામાં કામ કરે છે, જે રિપોર્ટ તમે નીચે જોઈ શકો છો.


તેમજ અમેરિકામાં કેટલા ભારતીય વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. તે શોધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનો કોઈ ચોક્કસ આંકડો અમને પ્રાપ્ત થયો ન હતો. આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય પણ સાબિત થતો નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ નાસામાં 35 ટકા ભારતિય વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે, તે વાત પાયા વિહોણી છે. તેમજ અમેરિકામાં 12 ટકા વૈજ્ઞાનિકો ભારતિય હોવાની વાત પણ ક્યાંય સાબિત થતી નથી.

Title:શું ખરેખર નાસામાં 35 ટકા અને અમેરીકામાં 12 ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.? જાણો શું છે સત્ય………
Fact Check By: Yogesh KariaResult: False
