શું ખરેખર હાલમાં ભારત સરકારે યુનાઈટેડ રિલિઝયસ કમિશનના વિઝા રદ કર્યા….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યુનાઇટેડની ટીમ ભારતમા ધર્મ અને જાતિના નામ પર બનતી ધટના તપાસવા જ્યારે ભારત આવવાની હતી…ત્યારે ભારત સરકાર વિઝા નાબુદ કર્યા…અને આ બાબતે યુ.એસ ડિપાર્ટમેન્ટે નારાજગી વ્યક્ત કરી છે..તમારુ નાટક આખી દુનિયા જોવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 176 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુનાઈટેડ રિલિઝયસ કમિશનના હાલના ભારતના વિઝા રદ કર્યા છે જેને લઈ યુએસ ડિપાર્ટમેન્ટે નારાજગી વ્યક્ત કરી છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 24 માર્ચ 2018ના Dr. Murtaza Foundation નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ જે વિડિયો શેર કરવામાં આવ્યો હતો તે ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો જ વિડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી એ તો સાબિત થઈ ગયુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નથી. ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, યુનાઈટેડ રિલિઝયસ કમિશનના વિઝા વર્ષ 2016માં રદ કરવામાં આવ્યા હતા. જે-ને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમજ યુનાઈટેડ રિલિઝયસ ની ઓફિશિયલ વેબસાઈટ પર પણ તેની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

USCIRF | ARCHIVE

NEW DELHI TIMES | ARCHIVE

INDIA TODAY | ARCHIVE

ત્યારબાદ અમે પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો હતો તેમાં ઉપરના ભાગે CBN NEWS.COM  લખેલુ હતુ. તેથી અમે યુટ્યુબ પર CBN NEWS ચેનલ શોધી હતી. જ્યાં અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. 10 માર્ચ 2016ના શેર કરવામાં આવેલો આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પોસ્ટ પરથી સાબિત થાય છે કે, હાલમાં ભારત સરકારે યુનાઈટેડ રિલિઝયસ કમિશનને વિઝા નથી આપ્યા તે વાત ખોટી છે. વર્ષ 2016માં વિઝા ન હતા આપવામાં આવ્યા. તેમજ પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે પણ વર્ષ 2016નો જ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હાલમાં ભારત સરકારે યુનાઈટેડ રિલિઝયસ કમિશનને વિઝા નથી આપ્યા તે વાત ખોટી છે. વર્ષ 2016માં વિઝા ન હતા આપવામાં આવ્યા. તેમજ પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે પણ વર્ષ 2016નો જ છે. 

Avatar

Title:શું ખરેખર હાલમાં ભારત સરકારે યુનાઈટેડ રિલિઝયસ કમિશનના વિઝા રદ કર્યા….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False