
યુપીની હાથરસની ઘટના બાદ સોશિયલ મિડિયામાં દુષ્કર્મને લઈ ઘણા જૂના સમાચાર પત્રોના કટિંગ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક હિન્દી ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે. કે, સ્વિઝરલેન્ડની મહિલા ખેલાડી એમ્બ્રે એલિનિક્સ ભારતમાં બનતી રેપની ઘટનાઓથી ડરી અને ભારત ન આવી હતી.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે એમ્બ્રે ભારત ન આવી હતી તે વાત સત્ય છે. પરંતુ રેપની ઘટનાઓથી ડરી તે ભારત ન આવી હોવાની વાત અસત્ય છે જેની પૃષ્ટી તેમના માતા-પિતાએ કરી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ravindra Barot ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સ્વિઝરલેન્ડની મહિલા ખેલાડી એમ્બ્રે એલિનિક્સ ભારતમાં બનતી રેપની ઘટનાઓથી ડરી અને ભારત ન આવી હતી.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
જેમાં અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ચેન્નાઈમાં આયોજીત જુનિયર સ્કોશ વર્લ્ડ કપમાં સ્વિઝરલેન્ડની ટોપ જુનિયર એમ્બ્રે એલિનિક્સ દૂર રહી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સમાચાર હાલના નથી.

બાદમાં અમને ઈન્ડિયન એક્સપ્રેસ અને ધ ન્યુઝ મિન્ટના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે 23 જૂલાઈ 2018ના પ્રકાશિત કરવામાં આવ્યા હતા. એમ્બ્રીના માતા-પિતાએ કથિત રૂપે આ સમાચાપ પર ટિપ્પણી કરી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “તેઓનો પરિવાર જૂલાઈ 2018માં એમ્બ્રી સાથે ફરવા ગયો હતો, જે કારણ એમ્બ્રી ભારત ન આવી શકી હતી.” તેમજ તેઓએ વધુ જણાવ્યુ હતુ કે, “સપ્ટેમ્બર 2017માં જ એમ્બ્રીને ભારત ન મોકલવાનો નિર્ણય કર્યો હતો અને જેને ભારતમાં એમ્બ્રીની સુરક્ષા વ્યસ્થાને લઈ કોઈ લેવા-દેવા નથી. એમ્બ્રી 16 વર્ષની છે અને આગામી બે વર્ષ સુધી વિશ્વ જુનિયરની ભૂમિકા ભજવશે અને તેઓ એમ્બ્રી પર વધુ દબાવ નાખવા માંગતા ન હતા. તેઓ અવશ્ય એમ્બ્રી સાથે ભારત આવવા માંગે છે.”

તેમજ વધુ પડતાલમાં અમને SQUASHSITE નું એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે અનુસાર જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, એમ્બ્રીના માતા-પિતા ભારતીય મિડિયાને જાણકારી આપવા માંગે છે કે, તેઓની દિકરીને સુરક્ષા કારણોસર આવવા દેવામાં ન આવી હોવાની વાત તદ્દન ખોટી છે.
Scroll.in દ્વારા પણ આ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેમના માતા-પિતાનું નિવેદન પણ પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, એમ્બ્રે ભારત ન આવી હતી તે વાત સત્ય છે. પરંતુ રેપની ઘટનાઓથી ડરી તે ભારત ન આવી હોવાની વાત અસત્ય છે જેની પૃષ્ટી તેમના માતા-પિતાએ કરી હતી.

Title:સ્વિસ મહિલા ખેલાડી બે વર્ષ પહેલા ભારત ન આવી હોવાના સમાચારને હાલની ઘટનાઓ સાથે જોડવામાં આવી રહી…
Fact Check By: Yogesh KariaResult: Partly False
