શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

Partly False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર એરપોર્ટ પર કોરોના પોઝિટીવ આવેલા આ તમામ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યુ હતુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફ્લાઈટ એર ઈન્ડિયાની ફ્લાઈટ ન હતી. એર ઈન્ડિયાએ સ્પષ્ટપણે આ અહેવાલને નકલી ગણાવ્યો છે અને કહ્યું છે કે તેઓ ઈટાલીથી કોઈ ફ્લાઈટ ચલાવતા નથી. અમૃતસરમાં જે ફ્લાઈટ લેન્ડ થઈ છે તે ચાર્ટર્ડ ફ્લાઈટ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સમાચાર સુપરફાસ્ટ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર એરપોર્ટ પર કોરોના પોઝિટીવ આવેલા આ તમામ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યુ હતુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

અમે સમાન સમાચાર અહેવાલો શોધવા માટે ગૂગલ પર કિવર્ડ સાથે શોધ કરતા અમને કોઈપણ સંબંધિત સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો ન હતો જે જણાવે કે આ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યુ હતુ.

અમને 6 જાન્યુઆરીએ ટ્વિટર પર એર ઈન્ડિયા દ્વારા એક સ્પષ્ટીકરણ ટ્વિટ મળ્યું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઈટાલીથી અમૃતસર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરો નકલી છે. તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે એર ઈન્ડિયા રોમથી કોઈ ફ્લાઈટ ઓપરેટ કરતી નથી.

ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે “#FlyAI: કેટલાક મિડિયા હાઉસે અહેવાલ આપ્યો છે કે રોમથી અમૃતસર આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોનો કોવિડ પોઝિટિવ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ખોટું અને પાયાવિહોણું છે. એર ઈન્ડિયા હાલમાં રોમથી કોઈ ફ્લાઈટ ચલાવતી નથી.

Archive

આગળ, અમે “flightradar24” ની વેબસાઈટ પર તપાસ કરી જે લાઈવ એર ટ્રાફિકને ટ્રેક કરે છે અને જાણવા મળ્યું કે એર ઈન્ડિયા પાસે હાલમાં ઈટાલી માટે કોઈ રૂટ નથી.

આગળ, ફેક્ટ ક્રેસેન્ડોએ પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણના નાયબ નિયામક શ્રી લલિત ગોયલનો સંપર્ક કર્યો, જેમણે અમને પુષ્ટિ આપી કે અમૃતસરમાં ઉતરેલી ફ્લાઇટ એર ઈન્ડિયાની ફ્લાઈટ નથી તેના બદલે તે ચાર્ટર્ડ ફ્લાઈટ હતી જ્યાં 125 મુસાફરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે અમને એ પણ જણાવ્યું કે પેસેન્જરને ક્વોરેન્ટાઇન માટે મોકલવામાં આવ્યા છે.

અમૃતસરના એક નિરીક્ષકે ફેક્ટ ક્રેસેન્ડોને પુષ્ટિ આપી હતી કે, ફ્લાઇટ યુરો એટલાન્ટિક એરવેઝની ચાર્ટર્ડ ફ્લાઇટ હતી. ગૂગલ પર શોધ કરવા પર, અમને જાણવા મળ્યું કે Euro Atlantic Airwaysએ પોર્ટુગીઝ કંપની છે, જે લીઝિંગ અને એર ચાર્ટરમાં વિશેષતા ધરાવે છે.

અમને NDTV અને લાઈવ મિન્ટ દ્વારા પ્રકાશિત થયેલા ઘણા સમાચાર મળ્યા જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 5 જાન્યુઆરી 2022ના રોજ બપોરે 1.30 વાગ્યાની આસપાસ મિલાનથી ચાર્ટર્ડ ફ્લાઈટ (ફ્લાઈટ YU-661) અમૃતસર આવી હતી. પોર્ટુગીઝ કંપની Euro Atlantic Airways, કથિત રીતે તેનું સંચાલન કરતી હતી.

આગળ, અમે ફ્લાઇટ અવેરની વેબસાઇટ પર આ ફ્લાઇટ વિશે તપાસ કરી, જે એક અમેરિકન કંપની છે જે રિઅલ-ટાઇમ, ઐતિહાસિક અને અનુમાનિત ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અને ઉત્પાદનો પ્રદાન કરે છે. અમને 5 જાન્યુઆરી 2022ના રોજ મિલાનના બર્ગામોથી ઉપડેલી અને તે જ દિવસે અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચેલી ચાર્ટર્ડ ફ્લાઈટ વિશેની વિગતો મળી. ફ્લાઇટ નંબર MMZ661/YU661 હતો. તમે ફ્લાઇટ રડાર પર ફ્લાઇટની વિગતો જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, આ ફ્લાઈટ એર ઈન્ડિયાની ફ્લાઈટ ન હતી. એર ઈન્ડિયાએ સ્પષ્ટપણે આ અહેવાલને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેઓ ઈટાલીથી કોઈ ફ્લાઈટ ચલાવતા નથી. અમૃતસરમાં જે ફ્લાઈટ લેન્ડ થઈ છે તે ચાર્ટર્ડ ફ્લાઈટ છે.

Avatar

Title:શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…?

Fact Check By: Yogesh Karia 

Result: Partly False