RAPID FACT CHECK: અફવા છે કે આ વર્ષનો શુક્રવાર ખાસ છે…! જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વર્ષે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1લી જાન્યુઆરી શુક્રવારના દિવસે આવે છે, તેમજ 2જી ફેબ્રુઆરી શુક્રવારે આવે છે, 3જી માર્ચ શુક્રવારે આવે છે, 12મી ડિસેમ્બર શુક્રવારે આવે છે. 

આ વાયરલ મેસેજમાં બે દાવા કરવામાં આવી રહ્યા છે. 

  • પહેલો દાવો, “વર્ષ 2022ના દર મહિનો ચમત્કારિક છે અને 1 જાન્યુઆરી શુક્રવાર 2 ફેબ્રુઆરી શુક્રવાર તેમજ આ રીતે દરમહિને શુક્રવાર આવે છે.” 
  • બીજો દાવો, “ફેબ્રુઆરી 2022એ ચમત્કારોનો મહિનો છે અને 823 વર્ષમાં એકવાર આવનારો શ્રેષ્ઠ મહિનો છે.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતી ટીમ પુષ્ટિ કરી છે કે વર્ષ 2022 ફ્રાઈડે સ્પેશિયલ તરીકે શેર કરાયેલ રેકોર્ડ ખોટો છે. વાયરલ મેસેજમાં કરવામાં આવેલા બંને દાવાઓ તદ્દન ખોટા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dipti Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વર્ષ 2022ના દર મહિનો ચમત્કારિક છે અને 1 જાન્યુઆરી શુક્રવાર 2 ફેબ્રુઆરી શુક્રવાર તેમજ આ રીતે દરમહિને શુક્રવાર આવે છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

આ મેસેજની સત્યતા તપાસવા અમે વર્ષ 2022નું કેલેન્ડર તપાસ્યુ હતુ. જેમાં 2022 1 લી જાન્યુઆરીના શનિવારે હતો. 2 ફેબ્રુઆરીના બુધવાર હતો. તેમજ 3જી માર્ચના ગુરૂવાર આવે છે, 4 એપ્રિલના સોમવાર આવે છે. 5મી મેના ગુરૂવાર, 6ઠી જૂનના  સોમવાર, 7 જૂલાઈના ગુરૂવાર, 8 ઓગસ્ટના સોમવાર, 9 સપ્ટેમ્બરના શુક્રવાર, 10મી ઓક્ટોબરના સોમવાર, 11મી નવેમ્બરના શુક્રવાર, 12મી ડિસેમ્બરના સોમવાર આવે છે. 

સપ્ટેમ્બર અને નવેમ્બર સિવાય અન્ય મહિનામાં તે દિવસો દરમિયાન શુક્રવાર આવતા નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ રેકોર્ડ ખોટો છે. 

જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે એ રીતે છે કે, 1લી જાન્યુઆરી, શુક્રવાર આવી ગયો. 2 ફેબ્રુઆરીના શુક્રવારે આવી રહ્યું છે. 3જી માર્ચે શુક્રવાર આવે છે. આવુ દર મહિને છે અને શુક્રવાર આવે છે. આ મેસેજ ફેલાવનાર વ્યક્તિએ ઘરમાં કેલેન્ડર જોયુ ન હોય, પરંતુ તેમણે તેમના મોબાઇલ ફોન અથવા કોમ્પ્યુટર પર કેલેન્ડર તપાસ્યુ હોત તો આ મેસેજ વાયરલ કર્યો ન હોત.

દાવા નંબર 2 

આ મેસેજ થોડા અઠવાડિયા પહેલા પણ વાયરલ થયો હતો કે, ફેબ્રુઆરી 2022એ ચમત્કારોનો મહિનો છે અને 823 વર્ષમાં એકવાર આવનારો શ્રેષ્ઠ મહિનો છે. જે અંગે ફેક્ટ ક્રેસેન્ડોની ગુજરાતી ટીમ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે ફેક્ટચેક તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતી ટીમ પુષ્ટિ કરી છે કે વર્ષ 2022 ફ્રાઈડે સ્પેશિયલ તરીકે શેર કરાયેલ રેકોર્ડ ખોટો છે. વાયરલ મેસેજમાં કરવામાં આવેલા બંને દાવાઓ તદ્દન ખોટા છે.

Avatar

Title:RAPID FACT CHECK: અફવા છે કે આ વર્ષનો શુક્રવાર ખાસ છે…!

Fact Check By: Yogesh Karia 

Result: False