શું રતન ટાટાએ પાકિસ્તાનને ટાટા સુમો વેચવાનો ઇનકાર કર્યો?

રાજકીય I Political

એક છ વર્ષ જુનો દાવો કે જેના માટે રતન ટાટાને દોષી ઠરાવવામાં આવ્યા તે સોશિયલ મીડિયા પર ફરીથી પ્રસરી રહ્યો છે. આ છેતરપિંડીનું વર્તમાન વૃત્તાન્ત છે કોમી વિખવાદોને ભડકાવવા અને મુસ્લિમોની વિરુદ્ધમાં પારસી સમુદાયના દેશભકિતના મૂલ્યોની તુલના કરવી.

મેસેજ એ દાવો કરે છે કે યુપીએમાં ભૂતપૂર્વ વાણિજ્ય મંત્રી, આનંદ શર્માએ, પાકિસ્તાની ઉદ્યોગપતિઓ દ્વારા દરખાસ્તને ધ્યાનમાં લેવા માટે વિનંતી કરી હોવા છતાં રતન ટાટાએ ટાટા સુમો કાર પાકિસ્તાનને વેચવાની ના પાડી. મેસેજ: “”તમે બેશરમ હોઈ શકો છો, હું નહીં” ~ રતન ટાટા. 26/11 પછી થોડા મહિનામાં, ટાટાની માલિકી ધરાવતી તાજ ગ્રુપ ઓફ હોટલ્સે ભારત અને વિદેશમાંની તેમની બધીજ હોટેલ્સને ફરીથી તૈયાર કરવા માટે તેમનું અત્યાર સુધીનું સૌથી મોટું ટેન્ડર લોન્ચ કર્યું હતું. કેટલીક પાકિસ્તાની કંપનીઓએ પણ તે ટેન્ડર માટે અરજી કરી હતી. તેમની માંગણી હજુ વધુ મજબૂત કરવા માટે પાકિસ્તાનના બે મોટા ઉદ્યોગપતિઓએ રતન ટાટાની મુલાકાત કરવા કોઈ પૂર્વ નિમણુંક લીધા વિના બોમ્બે હાઉસ (ટાટાનું વડુંમથક) ની મુલાકાત લીધી હતી, કારણકે તેઓ તેમને કોઈ પૂર્વ નિમણૂક આપતા નહોતા. તેમને બોમ્બે હાઉસના રિસેપ્શન પર રાહ જોવી પડી અને થોડા કલાકો પછી, તેમને એક મેસેજ આપવામાં આવ્યો કે રતન ટાટા વ્યસ્ત છે અને તેઓ અગાઉથી નિમણૂંક લીધા વગર કોઈને મળી શકતા નથી. . હતાશ થયેલા, આ બંને પાકિસ્તાની ઉદ્યોગપતિઓ દિલ્હી જતા રહ્યા અને તેઓ તેમના હાઈ કમિશન દ્વારા કોંગ્રેસ મંત્રીને મળ્યા. ત્યારબાદ આ મંત્રી આનંદ શર્માએ બે પાકિસ્તાની ઉદ્યોગપતિઓને મળવાની અને તેમના ટેન્ડરને “ઉત્સાહપૂર્વક/સકારાત્મક અભિગમથી” ધ્યાનમાં લેવાની રતન ટાટાને વિનંતી કરી.

રતન ટાટાએ જવાબ આપ્યો … “તમે બેશરમ હોઈ શકો છો, હું નહીં અને ફોન મૂકી દીધો અને થોડા મહિના પછી જ્યારે પાકિસ્તાની સરકારે ટાટા સુમોને પાકિસ્તાનમાં આયાત કરવાનો આદેશ આપ્યો, ત્યારે રતન ટાટાએ તે દેશમાં એકપણ વાહન મોકલવાની ના પાડી દીધી. આ તેમની માતૃભૂમિ પ્રત્યેનો તેમનો આદર અને પ્રેમ છે. તેમણે રાષ્ટ્રને પૈસા અને બિઝનેસથી ઉપર રાખ્યું. કેજરીવાલ અને તેમના જેવા લોકો તેમની પાસેથી કંઇક શીખી શકે છે, કે જેઓ મોટેભાગે તેમના પાકિસ્તાની માસ્ટર્સને ખુશ રાખવા માટે આતંકવાદીઓ અને સંપ્રદાયવાદીઓને શાંત કરતા જોવાતા હોય છે. એ ના ભૂલશો કે રતન ટાટા પારસી બેકગ્રાઉન્ડમાંથી આવેલા એક મહાન વ્યક્તિ છે અને જે ભારતીય ઉપખંડના બે ઝોરોસ્ટ્રિયન સમુદાયોમાંના એક છે. તેમનો સમુદાય ભારતમાં બહુ જૂજ પ્રમાણમાં છે. પણ તેમનામાંના દરેકે દરેક વ્યક્તિએ ભારતને ગર્વનો અહેસાસ કરાવ્યો છે. જ્યારે ટાટા પરિવાર દેશભક્તિથી ભરપૂર છે, ત્યારે અમારી પાસે કેટલાક લઘુમતીમાં કહેવાતા કેટલાક લોકો છે જે ક્યાં તો મફતની વસ્તુઓની ભીખ માંગતા ફરે છે અથવા તો પાકિસ્તાનને બોમ્બ પ્લાન્ટ કરવામાં મદદ કરે છે અને જ્યારે તેઓ પકડાય છે, ત્યારે તેઓ ખોટા શિકાર બને છે અને આતંકવાદીઓના રૂપમાં શહીદ બની જાય છે. આ વાતને શેર કરો જેથી આ ભારતમાં રહેતા પણ પાકિસ્તાનમાં તેમના હેન્ડલર્સ માટે કામ કરતા બધા દેખરેખ કરનારાઓ સુધી પહોંચી શકે.”

હાલમાં, આ મેસેજના વિવિધ વર્ઝન્સ ઘણા ફેસબુક પેજીસ અને અકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવી રહ્યા છે.

બીજી બાબત છે:

“ટાટા ગ્રુપે ટાટા સુમો ગ્રાન્ડ ખરીદવાની પાકિસ્તાન સરકારની કરોડો રૂપિયાની ઓફર્સને નકારી દીધી.
ટાટા ગ્રુપના વડા/પ્રમુખ રતન ટાટાએ આ ઓફરને એવું કહીને નકારી દીધી કે “ભારતની વિરુદ્ધમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં કાર્યરત દેશ સાથે કોઈ બિઝનેસ નહીં થાય.”
આ દેશભક્તિની ભાવના બદલ રતન ટાટાને ભવ્ય સલામ.
દુર્ભાગ્યવશરીતે, ભારતમાં તેમના જેવા બાકી રહેલા ખૂબ ગણ્યાંગાઠ્યા લોકો છે જે નાણાકીય લાભથી પર આગળ વધીને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ગૌરવને મહત્વ આપે છે.
અમે તમને સલામ કરીએ છીએ! ”

આ મેસેજનું વાસ્તવિક મૂળ ક્યાંથી છે તે હજી સુધી જાણી શકાયું નથી, પણ તે 8 ઓગસ્ટ 2012 ના રોજ ભારત ઓટોસ વેબસાઇટ પરના એક લેખમાં પ્રકાશિત થયો હતો, જેમાં એ વાતનો ઉલ્લેખ હતો કે પાકિસ્તાન ટાટા ગ્રુપ પાસેથી ટાટા સુમો ગ્રાન્ડ પાકિસ્તાનના પોલીસના ઉપયોગ માટે ખરીદવા માંગતું હતું. આ લેખ પછી, આ મેસેજ ફેસબુક, અને વિવિધ ડિફેન્સ અને ઓટોમોટિવ ફોરમ્સ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ પર ફેલાવાનું શરૂ થયું જોકે, આ મેસેજમાં કોઈ તથ્ય નથી.
‘તમે બેશરમ હોઈ શકો છો…હું નહીં ટાટાએ પાકિસ્તાનને આપેલો આ જવાબ 15 જુલાઇ, 2016 ના રોજ એક યુટ્યૂબ વિડીયોમાં, પ્રકાશિત થયો જેને 6 લાખથી વધુ વ્યૂઝ અને 10000 ‘લાઈક્સ’ મળ્યા છે. આ  છેલ્લાં છ વર્ષમાં ફેલાયેલી એજ વાર્તાનું વર્ણન કરે છે.
અમને આ મુદ્દે ટાટા મોટર્સની સત્તાવાર વેબસાઇટ પર કોઈ પ્રેસ રીલીઝ મળી શકી નહીં. જોકે, 16 જુલાઇ, 2013 ના રોજ ટાટા મોટર્સના સત્તાવાર હેન્ડલ પર એક ટ્વીટ એ બાબતને સમર્થન આપે છે કે આ દાવો ખોટો છે.
અને આ ખબરના સંદર્ભમાં ટાટા મોટર્સના પ્રવક્તા પાસેથી લેવામાં આવેલો સત્તાવાર પ્રતિભાવ નીચે જણાવેલ છે:
“ખબર ખોટી છે – કંપનીને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી, અને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ઓટોમોબાઇલ્સનો વેપાર, પ્રતિબંધિત યાદીમાં છે. તેથી, પાકિસ્તાને ઓટોમોબાઇલ્સ માટે ટાટા મોટર્સને કોઈ ઓર્ડર આપ્યો છે તે વાતનો કોઈ સવાલ જ ઉભો નથી થતો.”


મયંક શર્મા@ધમયંક્સ

   14 જુલાઈ, 2013

 @ આરએનટાટા2000ને જવાબ આપતા

@ આરએનટાટા2000 હાય સર, ક્યાંક મેં વાંચ્યું કે તમે પાકિસ્તાનને ઘણા સમય પહેલા ટાટા સુમોનો સપ્લાય કરવા ઇનકાર કરી દીધો હતો, તો શું આ સાચું છે?


ટાટા મોટર્સ


✔@ટાટામોટર્સ

@ધમયંક્સ આ સાચું નથી. વર્તમાન નીતિનિયમો અનુસાર, જે નક્કી કરે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓટોમોબાઇલ્સનો વેપાર પ્રતિબંધિત યાદીમાં છે. ½

5 સવારે 11 વાગે – જુલાઈ 16, 2013

ટ્વીટર જાહેરાતોની માહિતી અને ગોપનીયતા


ટાટા મોટર્સની અન્ય ટ્વીટ્સ જુઓ

ટ્વીટર જાહેરાતોની માહિતી અને ગોપનીયતા
મયંક શર્મા@ધમયંક્સ

14 જુલાઈ, 2013@ આરએનટાટા2000ને જવાબ આપતા

@ આરએનટાટા2000 હાય સર, ક્યાંક મેં વાંચ્યું કે તમે પાકિસ્તાનને ઘણા સમય પહેલા ટાટા સુમોનો સપ્લાય કરવા ઇનકાર કરી દીધો હતો, તો શું આ સાચું છે?


ટાટા મોટર્સ


✔@ટાટામોટર્સ

@ધમયંક્સ તેથી, પાકિસ્તાને ઓટોમોબાઇલ્સ માટે ટાટા મોટર્સને કોઈ ઓર્ડર આપ્યો છે તે વાતનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. 2/2

4 સવારે 11 વાગે – જુલાઈ 16, 2013

ટ્વીટર જાહેરાતોની માહિતી અને ગોપનીયતા


ટાટા મોટર્સની અન્ય ટ્વીટ્સ જુઓ

ટ્વીટર જાહેરાતોની માહિતી અને ગોપનીયતા

તેથી, આ મેસેજ એક ખોટી અટકળ છે અને તેને શેર કરવું જોઈએ નહીં. આવા મેસેજીસ સોશિયલ મીડિયા પર લાંબા સમયથી પ્રસરી રહ્યા છે અને નિયમિત સમય અંતરાલ પર પ્રસરતા રહે છે જેને રોકવાની આવશ્યક્તા છે.
અને આ ફક્ત ત્યારેજ થઇ શકે જ્યારે આપણે આનાથી વાકેફ થઈએ અને કોઇપણ મેસેજ ફોરવર્ડ કરવાનું બંધ કરીએ જે અમારી કોઇપણ બાબતને સમજ્યા વિના તેનું સમર્થન કરવા પ્રવૃત્તિ સાથે મળતો આવે છે અથવા તો તેને ભડકાવે છે.