દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈમેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસરી રહી છે, ચિત્રો સત્ય શું છે તે સૂચિત કરે છે!

રાજકીય I Political

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈમેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસરી રહી છે તેના પરની ટીપ્પણીઓ, ચિત્રો સત્ય શું છે તે સૂચિત કરે છે!

અરવિંદ કેજરીવાલનું જુનું પિક્ચર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બહોળા પ્રમાણમાં પ્રસરી રહ્યું છે, જ્યાં તેમને બોટલમાંથી દારૂ પીતા જોઈ શકાય છે.

જોકે, ફેક્ટક્રિસેન્ડોએ જ્યારે વિપરીત ઈમેજનો ઉપયોગ કરીને હકીકતની તપાસ કરી, ત્યારે અમને પિક્ચર ફોટોશોપ કરેલું જાણવા મળ્યું. અસલ પિક્ચર 26 ઓગસ્ટ, 2015 ના રોજ નિર્માણ ભવન દિલ્હી ખાતે લેવામાં આવ્યું હતું જ્યાં કેન્દ્ર અને દિલ્હી રાજ્ય સરકાર એમ બંનેએ પ્રદુષિત થયેલી યમુના નદીને પર્યટન સ્થળમાં ફેરવવા અને રહેવાસીઓને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાના પ્રયાસરૂપે હાથ મિલાવ્યા હતા

અહેવાલ અને ઈમેજ અહીં ગેટી ઈમેજ પર જોવા મળી શકે છે
ફેક્ટક્રિસેન્ડો આ ઈમેજને નકલી ઈમેજ તરીકે ચકાસે છે, અમારા વાચકો માટે નકલી ઈમેજ સાથે અસલ પિક્ચર જોડેલું છે.