આ પોસ્ટ્સમાં લખવામાં આવ્યું છે કે “ઇમરાન ખાનની તેમના ઘરમાં મારપીટ કરવામાં આવી, તેઓ ખરાબ રીતે ઘાયલ થયા.”
ટ્વીટર તેમજ વોટ્સએપ પર આવા જ પ્રકારની કમેન્ટ્સ અને ટ્વીટ્સ થઇ રહી છે.


આ વિડીયો 5વર્ષ જૂનો છે, 2013 માં જ્યાં એક ઝુંબેશમાં તેઓ સ્ટેજ પરથી લપસી પડ્યા.
ટેલિગ્રાફે 7 મી મે, 2013 ના રોજ, એ કમેન્ટ સાથે વિડીયો અપલોડ કર્યો કે “પાકિસ્તાન ક્રિકેટ ઇમરાન ખાન સ્ટારમાંથી બન્યા એક રાજકારણી, ઇમરાન ખાનને માથાની ઈજા થવા પામી હતી અને ચૂંટણી સંમેલન માટે સ્ટેજ પર તેમને લઇ જતી લિફ્ટ નીચે પડી ગયા બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, તેમના પક્ષે કહ્યું.”

પાકિસ્તાની ન્યૂઝપેપર ધ ગાર્ડિયને પણ અહેવાલ આપ્યો કે:
“પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન અને દેશની સામાન્ય ચૂંટણીમાં, અગ્રણી ઉમેદવાર એવા ઇમરાન ખાનને, તેમની અંતિમ રેલીઓમાં એક હાઇડ્રોલિક લિફ્ટમાં પડ્યા બાદ ખોપડીના ભાગે ફેક્ચર થવા પર અને પાછળના ભાગે ઘાયલ થવા બાબતે મંગળવારે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટીવી પરના ચિત્રોએ બતાવ્યું કે, 60 વર્ષના, ઇમરાન ખાન જે પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ પાર્ટી (પીટીઆઈ), જે શનિવારની ચૂંટણી પહેલા લાહોરમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે લોકોથી ખચાખાચ ભરાયેલું ભીડભાડવાળું પ્લેટફોર્મ નીચે ધસી પડ્યું અને અને તેમનામાંના એક રક્ષકે સંતુલન ગુમાવી દીધા પછી તેઓ 4 મીટરની ઉંચાઈ પરથી નીચે જમીન પર ઢળી પડ્યા.
ઇમરાન ખાનને તેમને સ્ટેજ પર લઇ જાય એવી એક નાનકડી લિફ્ટમાં તેમના સ્ટાફના અન્ય 5 સભ્ય જોરથી પકડીને ઉભા રહ્યા હતા, જ્યારે હજુ એક માણસે મહામુશ્કેલીએ ઉપર ચઢવાનો પ્રયાસ કર્યો.”

ધ ગાર્ડિયનનો લેખ વાસ્તવિક ઘટનાનું વર્ણન કરી રહ્યો છે જ્યાં આ ફોટો લેવામાં આવ્યો હતો.

આ 2013 માં પ્રચાર કરતી વખતે ઇમરાન ખાનની વાસ્તવિક દુર્ઘટનાનો એક જૂનો વિડીયો છે, જેને તાજેતરમાં થયેલી એક ઘટના તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. આ એક ખોટી અફવા છે અને આનું તેમને મારવા સાથે કશું લાગતું વળગતું નથી.