
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની યાદીના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની આ યાદી છે જેમાં 15 વ્યક્તિઓ મુસ્લિમ સમાજના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે કારણ કે, પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકોમાં 25 ગેરમુસ્લિમ અને ફક્ત એક જ મુસ્લિમ વ્યક્તિના નામનો સમાવેશ છે જ્યારે વાયરલ યાદીમાં 15 મુસ્લિમ મૃતકોના નામ છે જે ખોટી યાદી છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની આ યાદી છે જેમાં 15 વ્યક્તિઓ મુસ્લિમ સમાજના છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલ પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 23 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં મૃતકોની સંપૂર્ણ યાદી આપવામાં આવી હતી. જેમાં 26 લોકોની આ યાદીમાં વાયરલ પોસ્ટ મુજબના એક પણ વ્યક્તિનું નામ આ યાદીમાં ન હતું.
આજ માહિતી સાથેના અમને અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. vtvgujarati.com | Jamawat
અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, ઇન્ડિયા ટીવીની વેબસાઇટ પર એક મુસ્લિમ અને 25 બિન-મુસ્લિમ નામોની સમાન યાદી અન્ય મીડિયા દ્વારા શેર કરવામાં આવી છે.
22 એપ્રિલના રોજ, ઇન્ડિયા ટીવીએ તેની યુટ્યુબ ચેનલ પર એક વાર્તા પ્રસારિત કરી જેમાં 26 પીડિતોમાંથી 16 ના નામ સૂચિબદ્ધ હતા. તેમણે એમ પણ કહ્યું કે, આમાં બે વિદેશી પ્રવાસીઓ પણ સામેલ હતા.
જોકે, ઇન્ડિયા ટીવીએ અહીં વાયરલ પોસ્ટ્સની યાદી બતાવી નથી.
PIB Fact Check દ્વારા પણ 26 એપ્રિલ, 2025ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં આ યાદી ખોટી હોવાની માહિતી આપવામાં આવી છે.
પરિણામ
આમ, આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે કારણ કે, પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકોમાં 25 ગેરમુસ્લિમ અને ફક્ત એક જ મુસ્લિમ વ્યક્તિના નામનો સમાવેશ છે જ્યારે વાયરલ યાદીમાં 15 મુસ્લિમ મૃતકોના નામ છે જે ખોટી યાદી છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની યાદીના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
