શું ખરેખર સાબરકાંઠાના ઈડરમાં બાળકોની ઉઠાંતરી કરતી ગેંગ પકડાય…? જાણો શું છે સત્ય… 

False રાજકીય I Political

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાને ભીડ ઝાડ સાથે બાંધીને માર મારી રહી છે. બાદમાં પોલીસ આ મહિલા સહિત અન્ય શખ્સોને પોલીસ વાનમાં બેસાડીને લઈ જતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયોમાં જે શખ્સો જોવા મળી રહ્યા છે તે સાબરકાંઠા ઈડરમાં બાળકોની ઉઠાંતરી કરવા આવી હતી.”

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અરવલ્લી સમાચાર દ્વારા પણ આ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

https://www.facebook.com/reel/809672308301268

આ માહિતીની પૃષ્ટી કરવા અમે સ્થાનિક રિપોર્ટરનો સંપર્ક સાધ્યો હતો. જેને અમને જણાવ્યુ હતુ કે, આ લોકો ઈડર ગામમાં તેમના સંબંધીને મળવા આવ્યા હતા. પરંતુ ગ્રામજનોને ગેરસમજ થતા આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ લોકો બાળક ચોરી કરવા આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

ત્યારબાદ અમે ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ એ જે રાઠોડનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ મહિલા અને તેમની સાથેના લોકો મુળ છોટાઉદેપુરના રહેવાસી હતા, તેઓ ગામમાં લોકોને સરનામુ પુછતા હતા ત્યારે કોઈએ ગેરસમજ ફેલાવી દિધી હતી જેના કારણે લોકોએ તેમને બાળક ચોર સમજી લીધા હતા, અને તેમની સાથે દુરવ્યવહાર કર્યો હતો, બાદમાં તેમને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા અમને તેમના સંબંધીને પોલી સ્ટેશન બોલાવી ખાતરી કર્યા બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા અને ગ્રામજનોએ તેઓની માફી પણ માંગી હતી.  

આ પહેલા પણ ગત મહિને બાળક ચોરીની ઘટનાના વીડિયો વાયરલ થયા હતા. જેનું ફેક્ટ ચેક પણ ગુજરાતી ફેક્ટ ક્રેસન્ડો દ્વારા કરવામાં આવ્યુ હતુ અને જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ વીડિયોમાં જોવા મળતા લોકો નિર્દોષ હતા. જેમની પોલીસે ખાત્રી કર્યા બાદ છોડી મુક્યા હતા. 

Result Stamp

Title: શું ખરેખર સાબરકાંઠાના ઈડરમાં બાળકોની ઉઠાંતરી કરતી ગેંગ પકડાય…? જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *