CALENDER FACTS: શું ખરેખર આવતા સપ્ટેમ્બર મહિનામાં દરેક વાર ચાર વખત આવશે? જાણો શું છે સત્ય..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સપ્ટેમ્બર મહિનામાં દરેક વાર ચાર વખત આવતો હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ 823 વર્ષમાં આ મહિનો એક વાર આવતો હોવાની વાત પણ તદ્દન ખોટી છે. આ મેસેજ ફેબ્રુઆરી મહિનાના નામે પણ વાયરલ થતો હોય છે. 

સોશિયલ મીડિયા પરની પોસ્ટની વાત માનીએ તો આવનારો સપ્ટેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. વાયરલ મેસેજ મુજબ સપ્ટેમ્બર મહિનામાં ચાર રવિવાર, ચાર સોમવાર, ચાર મંગળવાર, ચાર બુધવાર, ચાર ગુરુવાર, ચાર શુક્રવાર અને ચાર શનિવાર છે. આવો સંયોગ દર 823 વર્ષે માત્ર એક જ વાર બને છે. ફેંગશુઈ અનુસાર આવા મહિનાને મની બોક્સ કહેવામાં આવે છે. સંદેશ કહે છે કે આવું આપણા જીવનમાં માત્ર એક જ વાર થશે. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચાર રવિવાર, ચાર સોમવાર, ચાર મંગળવાર, ચાર બુધવાર, ચાર ગુરુવાર, ચાર શુક્રવાર અને ચાર શનિવાર છે. આ વર્ષ દર 823 વર્ષે એકવાર આવે છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ વાતની ચકાસણી કરવા અમે સપ્ટેમ્બર 2024નું કેલેન્ડર સર્ચ કર્યુ હતુ. દરમિયાન અમને સપ્ટેમ્બર 2024નું કેલેન્ડર પ્રાપ્ત થયુ હતુ. જેમાં પાંચ રવિવાર, પાંચ સોમવાર અને બાકી અન્ય વાર ચાર વાર આવતા હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તો શું અઠવાડિયાના સાત વાર ક્યારેય 4 વખત પુનરાવર્તિત થાય છે?

લીપ-વર્ષ સિવાય, તમામ વર્ષમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 4 વખત આવે છે. કારણ કે ફેબ્રુઆરી 28 દિવસનો મહિનો છે (7 X 4 = 28). લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે. દર ચાર વર્ષે એક લીપ વર્ષ આવે છે. તેથી ફેબ્રુઆરી મહિનામાં 4 વખત તમામ વાર આવે છે જે કોઈ ખાસ વાત નથી.  

તેમજ આ મેસેજ ફેબ્રુઆરીના નામે વાયરલ થઈ રહ્યો હતો. આ મેસેજનું ફેક્ટ ચેક પણ ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતી ફેક્ટ ક્રેસન્ડોની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સપ્ટેમ્બર મહિનામાં દરેક વાર ચાર વખત આવતો હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ 823 વર્ષમાં આ મહિનો એક વાર આવતો હોવાની વાત પણ તદ્દન ખોટી છે. આ મેસેજ ફેબ્રુઆરી મહિનાના નામે પણ વાયરલ થતો હોય છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:CALENDER FACTS: શું ખરેખર આવતા સપ્ટેમ્બર મહિનામાં દરેક વાર ચાર વખત આવશે? જાણો શું છે સત્ય..

Fact Check By: Frany Karia 

Result: False