શું ખરેખર કુકી આતંકવાદીઓ પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વાયરલ વીડિયો ભારતનો નહીં પરંતુ મ્યાનમારનો છે. તેમા બળવાખોર જૂથ, બર્મા નેશનલ રિવોલ્યુશનરી આર્મી દ્વારા સૈન્ય પાસેથી જપ્ત કરાયેલા રોકડ અને શસ્ત્રો બતાવવામાં આવ્યા છે.

મણિપુરમાં એક મોટા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં, સુરક્ષા દળોએ 14 મે 2025ના રોજ ચંદેલ જિલ્લામાંથી દસ આતંકવાદીઓને મારી નાખ્યા અને શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો. આ દરમિયાન, જમીન પર પડેલા રોકડ અને શસ્ત્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. નજીકમાં ઊભા રહેલા સશસ્ત્ર માણસો ફોનનો ઉપયોગ કરીને રિકવરીના વીડિયો અને ફોટા લેતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કર્યો હતો કે, “મણિપુરમાં સુરક્ષા દળો દ્વારા કુકી આતંકવાદીઓ પાસેથી આ શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મણિપુરમાં સુરક્ષા દળો દ્વારા કુકી આતંકવાદીઓ પાસેથી આ શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને વાયરલ 15 એપ્રિલના રોજ એક યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલો વાયરલ વીડિયો પ્રાપ્ત થયો હતો. બર્મીઝ ભાષામાં તેના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે, “કેમ્પ કબજે કરવામાં આવ્યો છે, શસ્ત્રો અને ત્રણ અબજ બાહટથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી છે.” તેમાં મ્યાનમાર અને ચિનલેન્ડ સંબંધિત હેશટેગ્સ પણ હતા.

આ વીડિયોને નજીકથી જોવાથી એ પણ જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતી ચલણ ભારતીય નહોતી. ઉપરાંત, આ સશસ્ત્ર માણસોના ગણવેશ પર BNRA લખેલું હતું. BNRA, અથવા બર્મા નેશનલ રિવોલ્યુશનરી આર્મી, મ્યાનમારમાં એક બળવાખોર જૂથ છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને આ વીડિયો 14 એપ્રિલના રોજ મ્યાનમારના એક ન્યૂઝ આઉટલેટ, રેડ ન્યૂઝ એજન્સીના ફેસબુક પેજ દ્વારા શેર કરાયેલ આ જ વીડિયો મળ્યો. તેના કેપ્શનમાં કહેવામાં આવ્યું હતું કે, આ શસ્ત્રો ફાલમ માટેના યુદ્ધ દરમિયાન જપ્ત કરવામાં આવ્યા હતા.

https://www.facebook.com/reel/554406864344438

તેમજ વધુ સર્ચ કરતા અમને સમાચાર અહેવાલો પ્રાપ્ત થયા હતા, ચિન બ્રધરહુડ ગઠબંધને 7 એપ્રિલના રોજ ચિન રાજ્યના ફાલમ શહેરમાં મ્યાનમાર સૈન્યના એકમાત્ર બાકી રહેલા ટેકરીના બેઝ પર કબજો કર્યો હતો. આ બેઝ મ્યાનમાર સૈન્યની ઇન્ફન્ટ્રી બટાલિયન 268નો હતો, અને તેને કબજે કરીને, ચિન બ્રધરહુડએ ફાલમ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું.

ચિન બ્રધરહુડ એ મ્યાનમારના ચિન રાજ્યમાં સક્રિય અનેક સશસ્ત્ર બળવાખોર જૂથોનું લશ્કરી અને રાજકીય જોડાણ છે. બર્મા નેશનલ રિવોલ્યુશનરી આર્મીએ અન્ય બળવાખોર જૂથો સાથે ફાલમનું યુદ્ધ પણ લડ્યું હોવાના અહેવાલ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વાયરલ વીડિયો ભારતનો નહીં પરંતુ મ્યાનમારનો છે. તેમા બળવાખોર જૂથ, બર્મા નેશનલ રિવોલ્યુશનરી આર્મી દ્વારા સૈન્ય પાસેથી જપ્ત કરાયેલા રોકડ અને શસ્ત્રો બતાવવામાં આવ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર કુકી આતંકવાદીઓ પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *