તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખેડા જિલ્લાના ડાકોર તીર્થસ્થાનનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. જેમાં આગ લાગી હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડાકોરમાં આવેલા રણછોડ રાય મંદિરમાં હાલમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ડિજિટલ અરબન ગુજરાત ન્યૂઝ પ્રાઈવેટ લિમિટેડની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી, જે 6 ડિસેમ્બર 2025ના અપલોડ કરવામાં આવી હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ડાકોર રણછોડરાય મંદિરના કોટ દરવાજે ભીષણ આગ! 6 દુકાનો ભસ્મીભૂત”
ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ આ વીડિયોને 6 ડિસેમ્બર 2025ના શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ડાકોર રણછોડજી મંદિરના કોટ દરવાજામાં લાગી આગ, 6થી વધુ દુકાનોમાં લાગી હતી ભીષણ આગ, ડાકોર નગરપાલિકાના ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબુ, આગને કારણે લાખો રૂપિયાના નુકસાનની આશંકા, પ્રાથમિક દ્રષ્ટિએ શોટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન, એમજીવીસીએલ દ્વારા ડાકોરમાં કરાયો વીજપુરવઠો બંધ, ડાકોરના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટનો માહોલ.”
https://www.instagram.com/reel/DR7c-t_k68S
તેમજ વધુ સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ડાકોર મંદિર પાસે દુકાનોમાં આગ લાગી:ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, દુકાનોમાં આગ લાગવાનું કારણ અકબંધ.”

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સ્થાનિક રિપોર્ટરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ આગની ઘટના હાલની નથી, પરંતુ ડિસેમ્બર મહિનામાં લાગી હતી, અને ડાકોર મંદિરમાં લાગી ન હતી પરંતુ ડોકાર મંદિરના કોટ દરવાજા પાસે આગ લાગી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ડાકોર મંદિરમાં આગ લાગી ન હતી, પરંતુ ડાકોર મંદિરના ગેટ નજીક આવેલી દુકાનમાં આગ લાગી હતી. અને આ આગ આજથી 4 મહિના પહેલા લાગી હતી. હાલમાં આગ લાગી નથી.


