
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાને ઘરની બહાર કાઢવામાં આવે છે અને તેને મારમારવામાં આવે છે જેમાં પોલીસ પણ હાજર છે અને બાદમાં પોલીસ આ મહિલાને પકડીને લઈ જતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલા શિહોરમાં બાળકોને ઉઠાવવા માટે આવી હતી જેને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલા શિહોરમાં બાળકોને ઉઠાવવા માટે આવી હતી જેને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ વિશ્વસનિય અહેવાલ પ્રાપ્ત થયો ન હતો.
ત્યારબાદ અમે સ્થાનિક પત્રકારનો સંપર્ક સાધ્યો હતો અને આ અંગ પુછતા અમને તેમણે જણાવ્યુ હતુ કે, “આ વીડિયો ખોટો દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા માનસિક બિમાર હતી, જેને પોલીસ લઈ ગઈ હતી અને માનસિક સ્વાસ્થય કેન્દ્રમાં મોકલી આપી હતી.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે શિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બી ડી જાડેજાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ મહિલા માનસિક અસ્થિર હતી. જે ગામમાં આવી જતા લોકો ડરી ગયા હતા અને બાળક ચોરી કરવા આવી હોવાની અફવા ફેલાઈ હતી. જો કે, આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તેમને ત્યાંથી સુરક્ષિત છોડાવી અને ધાંધળી માનસિક સુધાર કેન્દ્રમાં મોકલી આપવામાં આવી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા માનસિક અસ્થિર હતી, બાળક ઉઠાવવાની વાત એ માત્ર અફવા જ હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર શિહોરમાં બાળક ઉઠાવતી ગેંગની મહિલાની ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


