શું ખરેખર ધારાસભ્યના પુત્ર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ પર હુમલો કરનાર ધારાસભ્યનો પુત્ર નથી પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપાના નેતા મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો 4 વર્ષ જૂનો છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ધારાસભ્યનો પુત્ર છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ધારાસભ્યનો પુત્ર છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને N.D.T.V દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 20 ઓક્ટોમ્બર, 2018 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાએ નશાની હાલતમાં પોતાની રેસ્ટોરન્ટમાં પોલીસકર્મીની પીટાઈ કરતાં ગિરફ્તાર કરવામાં આવ્યો. વધુમાં એવી પણ માહિતી આપવામાં આવી છે કે, ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે ભાજપના કાઉન્સિલર દ્વારા વર્દીમાં રહેલા એક પોલીસકર્મીને ગાળો આપીને માર મારવામાં આવ્યો. તે એક મહિલા મિત્ર સાથે એ રેસ્ટોરન્ટમાં ગયો હતો. જેમાં જમવાનું પીરસવામાં થોડી વાર થતાં ત્યાં બબાલ થઈ હતી તેનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને india.com દ્વારા 20 ઓક્ટોમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ ચૌધરી દ્વારા તેમની હોટલમાં એક મહિલા વકીલ સાથે આવેલા એક પોલીસકર્મીની પીટાઈ કરતાં જોઈ શકાય છે. સમાચાર એજન્સી એએઆઈના રિપોર્ટ મુજબ, સબ ઈન્સપેક્ટરની એક વેઈટર સાથે થોડી માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ મનીષકુમાર દ્વારા એ સબ ઈન્સપેક્ટરને ગાળો આપી માર મારતાં તમે જોઈ શકો છો. આ ઘટના બાદ મનીષકુમારને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો હતો. આ ઘટના મેરઠ-દહેરાદૂન બાયપાસ હાઈવે પર મનીષકુમારની હોટલમાં બની હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને ANI UP દ્વારા 20 ઓક્ટોમ્બર, 2018 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપના કાઉન્સિલરે તેમની હોટલમાં મહિલા વકીલ સાથે આવેલા પોલીસ સબ ઈન્સપેક્ટરની પીટાઈ કરતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટરની વેઈટર સાથે માથાકૂટ થતાં આ ઘટના બની હતી.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મેરઠના કંકરખેડા પોલીસ સ્ટેશનના SHO તપેશ્વર સાગરનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વારલ વીડિયોમાં બનેલી ઘટના લગભગ 3 વર્ષ જૂની છે. આ ઘટના જે વ્યક્તિ પોલીસકર્મીને માર મારી રહ્યો છે એની જ રેસ્ટોરન્ટમાં બની હતી. તેના પર કેસ પણ થયો હતો અને જેલની સજા પણ થઈ હતી. માર મારનાર વ્યક્તિનું નામ મનીષ ચૌધરી હતું જે ભાજપનો કાઉન્સિલર હતો. પરંતુ કેટલાક ઘરેલુ કારણોસર તેણે છ માસ પહેલાં જ આત્મહત્યા કરી હતી. જ્યારે મનીષ ચૌધરીનું અવસાન થયું ત્યારે તે ભાજપના સીટિંગ કાઉન્સિલર હતા.”

ત્યાર બાદ ઉપરોક્ત માહિતીને ધ્યાનમાં રાખીને અમે વધુ માહિતી મેળવવા માટે ગુગલ પર વધુ કીવર્ડ્સ સાથે સર્ચ કરતાં અમને 16 એપ્રિલ, 2021 ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત એક સમાચાર લેખ મળ્યો જેમાં લખ્યું હતું કે, મેરઠમાં સ્થિત ભાજપ કાઉન્સિલર મનીષ ચૌધરી કે જે પોલીસ કર્મચારીને માર મારવા બદલ જેલની સજા થઈ હતી તે વાહનમાં ગોળીના ઘા સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મનીષ ચૌધરીએ આત્મહત્યા કરી છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ પર હુમલો કરનાર ધારાસભ્યનો પુત્ર નથી પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપાના નેતા મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો 4 વર્ષ જૂનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ધારાસભ્યના પુત્ર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *