
હાલમાં મહારાષ્ટ્ર, ઝારખંડ સાથે ગુજરાતની ખાલી થયેલી બનાસકાંઠાની વિધાનસભાની ચૂંટણી પણ 20 તારીખના યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારે હાલમાં આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બનાસકાંઠામાં એક વૃદ્ધ દ્વારા ચૂંટણી પહેલા કહેવામાં આવ્યુ હતુ કે, વાવ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હારશે તો તે પોતાનું નાક કાપશે હાલમાં તેણે પોતાનું નાક કાપી નાખ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બનાસકાંઠામાં એક વૃદ્ધ દ્વારા ચૂંટણી પહેલા કહેવામાં આવ્યુ હતુ કે, વાવ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હારશે તો તે પોતાનું નાક કાપશે હાલમાં તેણે પોતાનું નાક કાપી નાખ્યુ.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ પ્રકારે કોઈ વ્યક્તિ દ્વારા તેનું નાક કાપવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ.
તેમજ વધુ સર્ચ કરતા અમને આ વૃદ્ધનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ સ્વસ્થ જોવા મળે છે જેને એક વ્યક્તિ સમજાવી રહ્યો છે કે, તમારે કોઈ નાક કાપવાની જરૂર નથી. જેમાં આ વૃદ્ધ હામી ભરે છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ અમે આ વૃદ્ધનો સંપર્ક સાધ્યો હતો, તેમણે કહ્યુ કે, મેં કહ્યુ હતુ કે, “કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ હારશે તો નાક કાપી નાખીશ મારા મતે મારા ઉમેદવાર વિજય જ થયા છે અને ચૂંટણીમાં હાર-જીત તો થતી જ હોય છે. આથી હાલમાં મને આ પ્રકારની કોઈ જરૂર લાગતી નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બનાસકાંઠાના વૃદ્ધ વ્યક્તિ દ્વારા આ પ્રકારે કોઈ નાક કાપી નથી નાખ્યુ, આ વૃદ્ધ એકદમ સ્વસ્થ છે. આ વૃદ્ધ દ્વારા નાક કાપવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર બનાસકાંઠાના વૃદ્ધ દ્વારા તેમનું નાક કાપી નાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
