લખનઉંના નિર્માણાધિન પુલના વીડિયોને ગુજરાતના મોરબીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Altered રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ છે અને હજુ બ્રિજ પુરો થાય ત્યાં એક મકાન વચ્ચે આવી જાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો ગુજરાતના મોરબી શહેરનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 જૂલાઈ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો ગુજરાતના મોરબી શહેરનો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને News Nation દ્વારા આ સ્થળ પરનો વિસ્તૃત વીડિયો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં, એક ઘરના ખૂણા સીધા ઓવરબ્રિજની નિર્ધારિત દિશામાં આવી ગયા છે, જેના કારણે બાંધકામનું કામ મહિનાઓથી સંપૂર્ણપણે સ્થગિત છે. આ અધૂરા કામને કારણે લોકોને આવવા-જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ઘરનો ખૂણો ફસાઈ જવાને કારણે બાંધકામનું કામ ઘણા મહિનાઓથી બંધ છે. અધિકારીઓ હજુ સુધી ઘરમાલિકને વળતર માટે મનાવી શક્યા નથી. હાલમાં, જિલ્લા વહીવટીતંત્ર આનો ઉકેલ શોધવામાં વ્યસ્ત છે.

તેમજ અમરઉજાલા દ્વારા પણ આ અંગે માહિતી આપતો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “લખનઉંમાં પારા વિસ્તારમાં કૃષ્ણાનગર-કેસરી ખેડાવરબ્રિજ એક ઇમારાતને લીધે અટકી પડ્યો છે. તેનું કામ રોકવામાં આવ્યું છે. નિર્માણાધિન બ્રિજ માટે જમીન સંપાદનનો મામલો મુશ્કેલી બન્યો છે. જેથી તેઓ એક ભાગ અધૂરો રહી ગયો છે. આથી ફ્લાયઓવરનો એક ભાગ મકાન સાથે જોડાયેલો દેખાય છે. આ ઓવરબ્રિજનો હેતુ મહારાજપુરમ, પંડિતખેડા, ગંગાખેડા, કેસરીખેડા અને ભનાવીપુરમના લોકોની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે.” 

Archive

તેમજ અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ અંગે માહિતી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે આ લિંક, લિંક લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના મોરબીનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના લખનઉં શહેરનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:લખનઉંના નિર્માણાધિન પુલના વીડિયોને ગુજરાતના મોરબીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *