
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપમાં પણ દર્દીને બચાવી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે દર્દીને બચાવી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપમાં પણ દર્દીને બચાવી રહેલી નર્સોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મ્યાનમારનો નહીં પરંતુ તાજેતરમાં ચીનમાં આવેલા ભૂકંપના કારણે હોસ્પિટલમાં સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને મ્યાનમાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 1 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે દર્દીને બચાવી રહેલી નર્સોનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર newsflare.com દ્વારા 28 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ચીનમાં આવેલા શક્તિશાળી ભૂકંપને લીધે યુન્નાનની એક હોસ્પિટલમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીને બચાવી રહેલી નર્સોનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર CCTV તેમજ Daily Mail દ્વારા પણ તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
Embed –
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપમાં પણ દર્દીને બચાવી રહેલી નર્સોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મ્યાનમારનો નહીં પરંતુ તાજેતરમાં ચીનમાં આવેલા ભૂકંપના કારણે હોસ્પિટલમાં સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને મ્યાનમાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં દર્દીને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Misleading
