પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાદર ચઢાવતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે સંત કબીરના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાધિ પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેદ્ર મોદી મુસ્લિમ ધર્મની કબર પર ચાદર ચઢાવી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેદ્ર મોદી મુસ્લિમ ધર્મની કબર પર ચાદર ચઢાવી રહ્યા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને ANI News દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 28 જૂન, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે આવેલી સંત કબીરની સમાધિની મુલાકાત લીધી હતી. સંત કબીરની 500 મી પુણ્યતિથી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમાધિ સ્થળે પહોંચ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી અને ફોટો સાથેના સમાચાર જનસત્તા દ્વારા પણ 28 જૂન, 2018 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

આજ વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે અહીં જોઈ શકો છો. ABP LIVE | NEWS TAK
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાદર ચઢાવતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે સંત કબીરના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યાનાથનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context


