
તાજેતરમાં સોશિયલ મીડિયા પર માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહેસાણાના માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મહેસાણાનો નહીં પરંતુ ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે. આ વીડિયોને મહેસાણા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 25 મે, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહેસાણાના માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ઝી 24 કલાક દ્વારા 23 મે, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગોંડલમાં વાવાઝોડા સાથે વરસાદ, માર્કેટયાર્ડમાં રાખેલી ડુંગળી પલળી; ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન.
અન્ય એક સમાચાર ચેનલ દ્વારા પણ આજ માહિતી અને વીડિયો 23મે ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
વધુમાં અમને એક ફેસબુક યુઝર દ્વારા પણ આજ વીડિયો 23 મે, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
https://www.facebook.com/reel/1249687956782636
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મહેસાણાનો નહીં પરંતુ ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે. આ વીડિયોને મહેસાણા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મહેસાણા ખાતે થયેલા ડુંગળીના પાકને નુકશાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
