
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મ્યાનમારનો નહીં પરંતુ તાજેતરમાં ચીનમાં આવેલા ભૂકંપના કારણે યુન્નાન હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાલ રાખી રહેલી નર્સોનો છે. આ વીડિયોને મ્યાનમાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બે દિવસ પહેલા મ્યાનમાર માં #ભૂકંપ આવ્યો ત્યારે હોસ્પિટલ માં નવજાત શિશુઓને સંભાળતી બે નર્સ.🙏 આ જગ્યાએ આપડે હોઈ તો.? આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર NewsX Live દ્વારા 31 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ચીનમાં આવેલા શક્તિશાળી ભૂકંપને લીધે યુન્નાન હોસ્પિટલમાં નર્સો નવજાત બાળકોને બચાવી રહી છે તેનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. The Print | The Economic Times | Mirror Now
moneycontrol.com દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર તેની સત્તાવાર વેબસાઈટ પર 30 માર્ચના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મ્યાનમારનો નહીં પરંતુ તાજેતરમાં ચીનમાં આવેલા ભૂકંપના કારણે યુન્નાન હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાલ રાખી રહેલી નર્સોનો છે. આ વીડિયોને મ્યાનમાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
