જાણો બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માતના વાયરલ વીડિયોનું  શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશન પર થઈ રહેલી બચાવ કામગીરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર બે ટ્રેનો સામસામે ટકરાતાં મોટી રેલ દુર્ઘટના સર્જાઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર થઈ રહેલી બચાવ કામગીરીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એક મોકડ્રીલનો છે. આ વીડિયોને વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 15 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેનવા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર બે ટ્રેનો સામસામે ટકરાતાં મોટી રેલ દુર્ઘટના સર્જાઈ તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર દૈનિક ભાસ્કર દ્વારા યુટ્યુબ પર 14 નવેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, 

બિકાનેરમાં રેલવેની મોકડ્રીલઃ શૂટિંગ દરમિયાન લાલગઢમાં એકની ઉપર બે ડબ્બા અથડાયા હતા.

download.png

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.News Nation | 24 News Rajasthan

ઉપરોક્ત આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર પ્રભાત ખબર દ્વારા પણ 14 નવેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.  

અમારી વધુ તપાસમાં અમને ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પણ આ મોકડ્રીલ અંગેની માહિતી અને ફોટો સાથેની પોસ્ટ 14 નવેમ્બર, 2024 ના રોજ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર થઈ રહેલી બચાવ કામગીરીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એક મોકડ્રીલનો છે. આ વીડિયોને વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માતના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Missing Context